દીઓદરમાં ફાયર સેફ્ટી વિનાના ટ્યુશન કલાસીસોને નોટીસ

દીઓદર : સુરતમાં સર્જાયેલા અÂગ્નકાંડ બાદ સરકાર દ્વારા અધિકારીઓને જાગૃત કરતાં તંત્ર દ્વારા ગંભીર નોધ લઈ સમગ્ર ગુજરાતમાં ચાલતા સેફ્ટી વગરના ટ્યુશન કલાસીસો ને સુવિદ્યાઓ પુરી પાડવા તંત્ર દ્વારા નોટીસો અપાઈ રહી છે. 
આજરોજ દીઓદર ખાતે દીઓદર મામલતદાર પી.એસ.પંચાલની રાહબરી હેઠળ સર્કલ ઓફીસરની ભરતભાઈ કાનાબાર, દીઓદર તલાટી પી.એન.ચૌધરી, તા.પં.ના હિરાભાઈ પરમાર, ધીરૂભાઈ દેસાઈ, રોહીતભાઈ સોની સહીતની ટીમ દ્વારા દીઓદર હાઈવે વિસ્તારમાં આવેલ ભાગ્યશ્રી સ્ટડી સેન્ટર,ૅ૨ ટ્યુશન કલાસીસ, જીનીયસ કલાસીસ, મારૂતી કેરીયર, નર્સીંગ કોલેજ, સીતારામ નાસ્તા હાઉસ સહીતના બે ત્રણ માળ ધરાવતા અને બે સીડી ન ધરાવતા, સેફ્ટીની સુવિદ્યા ન ધરાવતા નું ચેકીંગ હાથ ધરી નોટીસો ઈસ્યુ કરેલ છે. અને આગામી સમયમાં સેફ્ટી સાથે ટ્યુશન કલાસીસ ખોલવા આદેશ કર્યો હતો.  દીઓદર મામલતદાર અને તા.પં.બે-બે ગાડીઓ એક સાથે ચેકીંગમાં નીકળતાં લોકો જાવા ઉમટેલ.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.