બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલ ઉપર કેન્દ્રિય મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળ્યો છે.લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારની પસંદગી મામલે ભાજપમાં ભારે ગડમથલ ચાલી રહી હતી. જેમાં અગાઉ દાવેદારોનો રાફડો ફાટયો હતો બાદમાં એક પછી એક દાવેદારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. આખરે આ બેઠક માટે સાંસદ હરિભાઇ ચૌધરી અને થરાદ ધારાસભ્ય પરબતભાઇ પટેલના નામ વહેતા થયા હતા. દરમિયાન આજે દિલ્હીમાં ભાજપની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલની પસંદગી કરતાં તમામ અટકળોનો અંત આવ્યો છે. હવે કોંગ્રેસમાં કોને ટિકિટ મળે છે તેની ઉપર સૌની મીટ મંડરાઈ છે.