થરાદમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ચાર મંદીરોમાં ચોરી થતાં ચકચાર

થરાદ તાલુકાના ગેળાના પ્રખ્યાત હનુમાનજીના મંદીરમાં ચોરી કર્યા બાદ બે દિવસમાં શહેરના ચાર મંદીરમાં ચાર મંદીરોને નિશાને લેતાં ભય સાથે ખળભળાટ મચવા પામ્યો હતો. હાઇવે પર આવેલા આર.એફ.ઓ.કચેરીના પ્રાંગણમાં આવેલા શ્રી હનુમાનજીના મંદીરમાં શુક્રવારની બપોરે શ્રીફળ છોલવાના સાધન વડે તોડફોડ કરીને ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું.જ્યારે રાત્રીના અઢી વાગ્યાના સુમારે શ્રી ગાયત્રી મંદીરના પાછળના દરવાજાનું બારણું આરીપાના વડે તોડીકાપી પ્રવેશ કર્યો હતો.અને ખબર હોઇ કેમેરાના કાર્યક્ષેત્રથી માથે કપડું નાંખીને દુર ચાલીને કેમેરો ફેરવી દીધો હતો.ત્યાર બાદ દાનપેટી તોડીને તેમાંથી આશરે પાંચથી સાત હજારની ચોરી કરી ગયા હતા.જોકે કેટલીક પરચુરણ નીચે અવાજ ન આવે એટલા માટે પાથરેલા આસન પર પડી રાખતાં પણ ચર્ચાઓ થવા પામી હતી.
   
ત્યાંથી તસ્કરે શ્રી વૈકુંઠનાથ ભગવાનના મંદીર પાસે આવેલા શ્રી શેણલમાતાજીના મંદીરનો કેમેરો તોડીને મંદીરમાંથી પણ આશરે દાનપેટીમાંથી પંદર હજારની ચોરી થવા પામી હતી.જોકે કેમેરામાં રેકોર્ડીગ થયું છે કે નહી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે રાત્રીના ચારેક વાગ્યાના સુમારે એક તસ્કર શહેરના ગાયત્રી મંદીરની સામે આવેલા શ્રી શનીદેવના મંદીરમાં ખીલાથી બાંધવામાં આવેલી દાનપેટીને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મંદીરના  મહંત શ્રી રાજેન્દ્ર પ્રસાદ માળા જાપ કરતા હતા.
 
આ વખતે સીસીટીવી કેમેરામાં નજર પડતાં એક વ્યક્તિ જણાતાં આટલો વહેલો કેમ આવ્યો હશે તેની આશંકાએ બરાબર નજર કરતાં તેને પડકાર્યો હતો.ચોર દાનપેટી ઉપાડતો હોવા છતાં પણ પુજા કરવા આવ્યાનું જણાવતાં મહંતે લાકડી વડે ફટકારતાં દિવાલ કુદીને ભાગી છુટ્યો હતો.જોકે લગભગ પંદર મિનીટ સુધી દાનપેટી તોડવાની તેની સમગ્ર હરકતો અને ચહેરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.થરાદની ગાયત્રી મંદીરમાં અગાઉ પણ તા.૩૦/૦૯/૨૦૧૬ અને તા.૧૨/૧૧/૨૦૧૭ ના રોજ પણ ચોરી થવા પામી હતી.આ અંગે શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠના ટ્રસ્ટી નાગજીભાઇ કે ચૌધરી દ્રારા થરાદ પોલીસને લેખિત ફરીયાદ કરવામાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.