02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / સ્વાતંત્ર્ય દિવસને લઈ દેશભરમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર

સ્વાતંત્ર્ય દિવસને લઈ દેશભરમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર   14/08/2018

સ્વાતંત્ર્ય દિવસને લઈ દેશભરમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરાયું છે. ગુપ્ત એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ દેશભરના 13 મોટા એરપોર્ટ પર સુરક્ષા-વ્યવસ્થા સઘન કરાઈ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ, બેંગાલુરુ અને જયપુર સહિતના એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 15 ઓગસ્ટને લઈ દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશના 4 આતંકીઓ કાશ્મીરથી દિલ્હી આવ્યાની આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે ગુપ્ત એજન્સીઓના એલર્ટ બાદ લાલ કિલ્લા, સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તેમજ ભીડભાડવાળી જગ્યા પર વધુ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.

Tags :