હજુ 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતૂર

અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદી આગાહી કરી છે. કંડલાથી 40 કિમી ઉત્તર-પૂર્વમાં ડિપ્રેશન સર્જાતાં ગુજરાતમાં ભારેથી અતિભાર પડી શકે છે. ડિપ્રેશન પ્રતિકલાકે 5 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આમ ગુજરાતમાં હજુ પણ વરસાદ બંધ થાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વરસાદે નવરાત્રિમાં પણ વિઘ્ન કરતા ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઘટી ગયો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે.
 
છેલ્લા દોઢ મહિના ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 136 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે પાકને નુકશાન થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ટેન્શનમાં છે.
 
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહી છે. સૌરાષ્ટ્રના ભાણવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં 172 ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો.
 
સમગ્ર ગુજરાતમાં બે દિવસ (30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર)ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી ખાતે વરસાદ પડશે. જ્યારે 2 ઓક્ટોબરે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.