કાંકરેજના ખસા ગામે સિમેન્ટ પાઇપોની ફેકટરીમાં ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

કાંકરેજ તાલુકાના ખસા ખાતે આવેલ સિમેન્ટની પાઈપોની ફેક્ટરીમાં ચોરી થયાની ફરિયાદ શિહોરી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી. જેને લઇ શિહોરી પોલીસ દ્રારા ૩ ચોરો અને એક દિયોદરના ભંગારીની અટકાયત કરવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર ખસા ખાતે થોડા દિવસો પેલા સિમેન્ટની ફેક્ટરીમાં ચોરી થયાની ફરિયાદ ગત તારીખ ૨૪/૮/૨૦૧૮ ના રોજ ગુના નં-૪૭/૧૭ આઈપીસી કલમ ૩૭૮/૧૧૪ મુજબ મહેશભાઈ રાજાભાઈ ચૌધરીએ દાખલ કરાવી હતી. જેના અનુસંધાનમાં શિહોરી પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરતા ચોરી  કરનાર આરોપીઓ પ્રકાશ ઉર્ફે બલાભાઈ ભાવાભાઈ દલિત, શૈલેષ ગોવિંદ ઠાકોર, સંજયજી ઉર્ફે સંગો નારખનજી ઠાકોર ત્રણેય રહે.ખસા તાલુકો કાંકરેજ વાળાને પકડી પડ્‌યા હતા તેમજ  ભંગારનો વેપાર કરતો અને હાલ રહે દિયોદર રહેતો પટેલ સુરેશસિંગ લાલબતનસિંગ મૂળ. બિહાર વાળાને  શિહોરી પોલીસ એ પકડી પાડી ચોરી થયેલ લોખંડની ૨૫ રીંગોમાંથી ૨ રિગો કબ્જે કરી હતી. જેની  કિંમત ૧૦૮૦૦ રૂપિયા થાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.