બનાસકાંઠા ઠાકોર સમાજની દીકરીએ નર્સિંગમાં બીજો રેન્ક મેળવી ગૌરવ વધાર્યું

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની દીકરીઓ હવે અભ્યાસમાં આગળ ધપી રહી છે. જેની પાછળ તેમના માતા- પિતા અને પરિવારને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઠાકોર સમાજના જુના રૂઢીગત રીત- રિવાજો જોઇએ તો મોટાભાગના માતા- પિતા દીકરીઓને અભ્યાસ કરાવવામાં માનતા ન હતા. ધોરણ આઠ કે દસ સુધી અભ્યાસ કરાવવામાં આવતો હતો. જોકે, વર્તમાન સમયે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જેમાં પણ સમાજમાં શિક્ષિત માતા- પિતા જુના રિત- રિવાજોને તિલાંજલી આપી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપતા થયા છે.ત્યારે પાલનપુર તાલુકાના વાસણ(ધા) ગામે ઠાકોર સમાજના 500 ઘરોમાં સૌ પ્રથમવાર એક દીકરીએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં પ્રથમ વર્ષમાં બીજો રેન્ક પ્રાપ્ત કરી ગામ અને પરિવારને ગૌરવ અપાવ્યું છે. 
 
પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામની ભારતી ઠાકોરે ગામમાં ઠાકોર સમાજના 500 ઘરોમાં સૌ પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસ કરી કોલેજમાં બીજો રેન્ક મેળવ્યો છે. ગામના લક્ષ્મણજી વાલજીજી ઠાકોર જેઓએ માહિતીખાતામાં નોકરી મેળવી હતી. જેમણે શિક્ષણનું મહત્વ સમજતાં તેમના બે પુત્રોને ઉચ્ચ શિક્ષણ આપતાં મુકેશ ઠાકોર એક અખબારમાં જિલ્લાના સિનિયર રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે નાનો પુત્ર મહેશ ઠાકોર પાલનપુરની એક શાળામાં ફરજ બજાવે છે. મુકેશભાઇ ઠાકોરે પોતાની દીકરી ભારતીને ઉચ્ચ શિક્ષણ આપતાં ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં ANMનો કોર્ષ પૂર્ણ કર્યો છે. ધોરણ એક થી 12 સુધી એકથી બે ક્રમાંક મેળવતી દીકરીએ ડીસાની કોલેજમાં ANMની બીજા વર્ષની પરીક્ષા આપી છે. જ્યારે પ્રથમ વર્ષમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી વાસણ (ધા) ગામના ઠાકોર સમાજના 500 ઘરોમાં સૌ પ્રથમ આ સન્માન અપાવી પાલનપુર ચોવીસી ઠાકોર સમાજ તેમજ ગામનું નામ સમગ્ર ઠાકોર સમાજમાં રોશન કર્યુ છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.