મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપ સપાટો બોલાવશે : પોલનું તારણ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરના દિવસે જાહેર કરવામાં આવનાર છે પરંતુ આજે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન  યોજાયા બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા જે મુજબ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને સત્તામાં વાપસી કરવાના સંકેત આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને હરિયાણા બંનેમાં બહુમતિનો આંકડો આપવામાં આવી રહ્યો છે. પોલ ઓફ પોલમાં જણાવવામાં આવ્યું છે કે,  હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી ૬૭ સીટો જીતીને બહુમતિ સાથે સરકાર બનાવશે. હરિયાણામાં  બહુમતિ માટેનો આંકડો ૪૬નો રહેલો છે. કુલ ૯૦ વિધાનસભા  સીટ માટે હરિયાણામાં મતદાન યોજાયું છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિ આપવામાં આવી રહી છે. સીવોટરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું  છે કે, ભારતીય જનતા પાર્ટીને ૭૨ સીટો મળી શકે છે જ્યારે રિપબ્લિક જન કી બાતમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપને ૫૭ સીટો મળી શકે છે. ન્યુઝ એસએક્સમાં  જણાવવામાં આવ્યું છે કે, ભાજપને ૭ સીટો મળી શકે છે. બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતિ મેળવીને સત્તા ઉપર વાપસી કરનાર છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ દર્શાવવામાં આવી છે. બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી  સત્તામાં વાપસી કરનાર છે જ્યારે કોંગ્રેસ પાર્ટીને  બંને જગ્યાઓએ સફાયો થઇ રહ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી જોરદાર સપાટો બોલાવીને જીત મેળવવાની તૈયારીમાં છે. ટાઈમ્સ નાઉના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ૫૪ ટકાથી વધુ મત મેળવીને રેકોર્ડ સફળતા મેળવી રહી છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ૫૪.૨૦ ટકા મત મળી રહ્યા છે જ્યારે કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનને ૨૯.૪૦ ટકા મત મળી રહ્યા છે. અન્યોને ૧૬.૪૦ ટકા મત મળી રહ્યા છે. ટાઇમ્સ નાઉના સર્વે મુજબ ભાજપની સાથે ચૂંટણી લડવાથી શિવસેનાને ખુબ મોટો ફાયદો થઇ રહ્યો છે. ૨૦૧૪માં ૬૩ સીટો જીતનાર શિવસેનાને આ વખતે ૧૦૦ સીટો મળવાની શક્યતા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે ૧૩૦થી વધુ સીટો મળવાની શક્યતા છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટાઇમ્સ નાઉના કહેવા મુજબ ૨૩૦ સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને જોરદાર નુકસાન થઇ શકે છે. આ ગઠબંધનને માત્ર ૪૮ સીટો મળી શકે છે. આવી જ રીતે આ ગઠબંધનને ૨૯.૪૦ ટકા મત મળી શકે છે. અન્યોને ૧૬.૪૦ ટકા મત મળી શકે છે. ૨૦૧૪માં અલગ અલગ ચૂંટણી લડનાર ભાજપ અને શિવસેનાને એક સાથે આવવાથી ખુબ મોટો ફાયદો થઇ રહ્યો છે. ૨૦૧૪ની સરખામણીમાં ભાજપ-શિવસેનાને ૪૪ સીટોનો સીધો ફાયદો થઇ રહ્યો છે જ્યારે એનસીપી-કોંગ્રેસને સાથે આવ્યા હોવા છતાં ૩૫ સીટોનું નુકસાન થઇ રહ્યું છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ૧૦ બેઠકો જીતી લીધી હતી અને ૫૮.૨૧ ટકા મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ૪૮ પૈકી ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ૫૧.૩ ટકા મત મેળવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.