ડીસાની એસ.સી.ડબલ્યુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ફી વગર પણ ડીસામાં સેન્ટરમાં પ્રથમ આવ્યા

ડીસા કારકિર્દી માટે સહુથી મહત્વની માનવમાં આવતી એચ.એસ.સી.ની પરીક્ષા અને આ પરિક્ષાના મહત્વને લઈ વાલીઓ તગડી ફી ચૂકવીને પોતાના બાળકોને મોટી મોટી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવતા હોય છે. વિધ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ રાત પરોઢિયાં કરીને આ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આશ લગાવતા હોય છે ત્યારે વર્તમાન સમયમાં વારંવાર ઉઠી રહેલી મોંઘા શિક્ષણની ફરિયાદને પગલે મધ્યમવર્ગના લોકો પોતાના બાળકોને અભ્યાસથી દૂર કરી રહ્યા છે.. પરંતુ ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલ ગરીબ અને મધ્યમવર્ગના વિધ્યાર્થીઓ માટે તક્ષશીલા સમાન છે. આમ તો આ શાળાની સ્થાપના અંગ્રેજોના સમયમાં સન ૧૮૫૩માં થઈ હતી. પરંતુ ત્યારબાદ આ શાળાનું સંચાલન ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવતા અત્યારે આ શાળામાં અભ્યાસ કરતાં લગભગ ૫૦૦૦થી વધુ વિધ્યાર્થીઓને કોઈપણ જાતની ફી વગર અભ્યાસ આપવામાં આવે છે. ત્યારે ડીસામાં આ વર્ષે પણ આ શાળાએ વિજ્ઞાન પ્રવાહમાં નામ રોશન કર્યું છે.. એકદમ સામાન્ય પરિવારના બાળકો જ્યાં અભ્યાસ કરે છે તે શાળામાં અભ્યાસ કરતાં સચિન પ્રજાપતિ અને અંજલિ ખત્રિ નામના બે વિધ્યાર્થીઓએ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં એ અને બે એમ બંને ગ્રૂપમાં ડીસા સેન્ટરમાં પ્રથમ નંબરે આવ્યા છે. આ બાળકોની જ્યારે અમે મુલાકાત કરી ત્યારે આ બાળકોએ આ શાળાના શિક્ષણ કાર્ય પર પ્રકાશ પાડી ઊંચું પરિણામ કેવી રીતે લાવવું તે અંગે વિધ્યાર્થીનોને પણ સંદેશ પાઠવ્યો છે. આ ઉપરાંત આ બંને બાળકો ભવિષ્યમાં શું કરવા માંગી રહ્યા છે તેના પર પણ પ્રકાશ પાડ્‌યો હતો,
શિક્ષણ મોંઘું થયું છે તેવી વાતો આજકાલ લોકોના મોઢે સાંભળવા મળે છે. પરંતુ ડીસા નગરપાલિકા સંચાલીત આ સરકારી શાળા સાબિત કરી રહી છે કે શિક્ષણ બિલકુલ મોંઘું નથી અને તે માત્ર લોકોના મગજમાં એક વહેમ ઉત્પન્ન કરી રહ્યું છે. આ શાળાના શિક્ષકોની વાત કરીએ તો આજના હરિફાઇના સમયમાં પણ ડીસાની ખાનગી શાળાઓને માત આપી રહેલી આ સરકારી શાળાના શિક્ષકોની મહેનત કાબિલે દાદ છે અને આ શાળાના શિક્ષકો પણ વાલીઓને અપીલ કરી રહ્યા છે કે બાળકોને ભણાવવા માટે ઊંચી ફી વસૂલતી શાળાઓનો મોહ છોડી દેવો જોઇયે.
પાલિકા સંચાલિત આ શાળાના વિધ્યાર્થીઓ આટલું ઊંચું પરિણામ મેળવે તે ગૌરવની વાત છે અને આ શાળામાં સારું શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસશીલ રહેતી ડીસા નગરપાલિકા દ્વારા પણ શાળાના શિક્ષણ સ્તરને ઉમદા બનાવવા માટે શાળાના સંચાલકોને તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે શાળાના હોનહાર વિધ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલા આ પરિણામથી પાલિકા પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન પણ સંતોષ વ્યક્ત કરવાની સાથે સાથે બાળકો તથા શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.ષ્ઠ
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.