પેકેટનું નારિયેળ પાણી પીવાથી મહિલાને થવા લાગી ઊલટીઓ, પેકેટની અંદર જોતાં ઊડી ગયા હોશ

ન્યુયોર્કના ગોશનમાં રહેતી એક મહિલા પેક કોકોનેટ વોટર પીવાથી બીમાર થઈ જાય છે. તેને ગભરામણ થવા લાગે છે. જ્યારે તે ટેટ્રા પેક ખોલીને જોવે છે, તો અંદર જોતા જ તેને ઉલ્ટી શરૂ થઈ જાય છે. તે આ વસ્તુને યાદ કરીને ઘણા દિવસો સુધી ઉલ્ટીઓ કરે છે. હવે આ મહિલા પોતાની સાથે ઘટેલી ઘટના બાદ લોકોને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
 
અમેરિકાના ન્યુયોર્કમાં રેહીત બારબરા કિનલેએ સોશિયલ મીડિયા પર પોતાની આ કહાણી શેર કરી છે. બારબરાએ જણાવ્યું કે, ગરમીથી રાહતમ મેળવવા માટે તેણે નારિયેળ પાણીનું પેકેટ ખરીદ્યું હતું, પરંતુ એ પાણી પીતા જ બીમાર પડી ગઈ અને તેને ઉલ્ટીઓ થવા લાગી. ત્યારબાદ તેણે પેકેટની અંદર જોયું તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ.
 
નારિયેળ પાણીને એ પેકેટમાં એક અજીબોગરીબ વસ્તું હતી. ત્યારબાદ મહિલાએ આખી ઘટના સોશિયલ મીડિયા પર શેર કરતા પૂછ્યું કે આ શું છે? કારણ કે તેને એ ખબર ના પડી કે, આખરે એ ગંદી દેખાતી વસ્તું શું હતી? પરંતુ એટલું નક્કી હતું કે તે એક દરિયા જીવ જેવું કંઈક હતું. બારબરાની ફેસબુક પોસ્ટ પર અમુક લોકોએ કહ્યું કે, એક પ્રકારની માછલી હતી અને અમુક લોકોએ કહ્યું કે તે ઓક્ટોપસ હતું?
 
ત્યારબાદ બારબરાને ઘણા દિવસો સુધી ઉલ્ટીઓ થઈ. ત્યારબાદ તેને ડાયેરિયા થઈ ગયો. તબિયત વધારે બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સરખું થયા બાદ બારબરાએ સોશિયલ મીડિયા પર આ સ્ટોરી જણાવી. આ પોસ્ટને 50 હજાર લોકોએ શેર કરી છે.
 
હવે સવાલ એ થઈ રહ્યો છે કે, એ વસ્તું જે પણ હતી, તે નારિયેળ પાણીના પેકેટમાં કેવી રીતે આવી? શું આપણા દ્વારા ઉપયોગમાં લેવાતા પેકેટ ડ્રિંક્સ સુરક્ષિત છે?
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.