ડીસામાં તોડી નંખાયેલ વિવાદિત રોડનું કામ શરૂ કરાયું

ડીસામાં જમીન માલિક દ્રારા નગરપાલિકાએ બનાવેલ રોડ રાતોરાત તોડી દેવાતા ૨૫ સોસાયટીનાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતાં.ત્યારે ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની દરમ્યાનગીરીથી જમીન માલિકે પોતાના ખર્ચે નવો રોડ બનાવવા કામગીરી શરૂ કરી છે ત્યારે બીજી તરફ રોડ તોડી નાખવા મામલે પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે. 
 
વેપારી મથક ડીસા શહેરમાંથી પાટણ હાઇવે ને જોડતો રોડ પાલિકા દ્વારા વર્ષો આગાઉ બનાવવામાં આવ્યો હતો. જે રસ્તો જર્જરિત થયાં બાદ વિવાદ થતા ત્યાં નવા રોડનું કામ જમીન માલિકે અટકાવી દીધું હતુ.દરમ્યાન દોઢ વર્ષ આગાઉ પાલિકાના તત્કાલીન પ્રમુખે રાતોરાત રોડ બનાવી દઇ પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો. પંરતુ એ રોડ પાલિકા જમીન માલિકની જગ્યામાં બનેલ હોવાથી જમીન માલિક પંકજભાઈ મંડોરા આ મામલો હાઇકોર્ટમાં લઈ ગયા હતા. બાદમાં પાલીકાના વર્તમાન પ્રમુખ શિલ્પાબેન માળી અને ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દ્વારા સમાધાનનો માર્ગ અપનાવી ૨૫ ફૂટનો રોડ બનાવવાનું નક્કી કરાયું હતુ.પંરતુ રોડ બને તેં પહેલા નવીન બનાવેલ રોડ તોડી પડાતાં ૨૫ સોસાયટીનાં લોકો છેલ્લા બે દિવસથી રસ્તા વગર પરેશાન થયાં હતાં. જેથી સ્થાનિક રહીશોએ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાને રજુઆત કરતા જમીન માલિક અને પાલિકાના પ્રમુખને બોલાવી ૨૫ ફૂટનો રોડ બનાવવાનું શરૂ કરવા આદેશ કરતા જમીન માલિકે પોતાના ખર્ચે રોડ બનાવવાની કામગીરી સરૂ કરાવી છે. જોકે,આગાઉ બનાવેલ રોડ માલિકીની જમીનમાં બન્યો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતુ. સાથે જમીન માલિક પોતાના ખર્ચે રોડ શહેરીજનોનાં હિતમાં બનાવતા હોવાથી તેમનો આભાર વ્યકત કર્યો હતો.જ્યારે જમીન માલિકે પણ સમાધાન અને સ્થાનિક ધારાસભ્યની દરમ્યાનગીરીથી પોતાના ખર્ચે રોડ બનાવવાની ખાતરી આપી હતી.
 
હાલ જમીન માલિક દ્વારા નવો રોડ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. આગાઉનો રોડ જે પાલિકની પૂર્વ મંજુરી વગર કે પાલિકાને જાણ કર્યા વગર તોડી પાડી અનેક સોસાયટીનાં રહીશોને તકલીફ ઊભી કરાતા ચીફ ઓફિસરે રોડ તોડનાર સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ પોલીસ ચલાવી રહી છે.જે અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતુ કે જમીન માલિક અને પાલિકા વચ્ચે સમાધાન થયુ તે મુજબ રોડ જમીન માલિક પોતાના ખર્ચે બનાવવા તૈયાર થયાં છે અને હાલ બનાવવાની કામ ચાલુ કરાયું છે.ધારાસભ્ય શશીકાંત પંડયાની સમજાવટથી આખરે રોડનું કામ શરૂ થતા ૨૫ સોસાયટીનાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.