બનાસકાંઠા જિલ્લામાં સરકારી દફતરે એલઈડીના અજવાળા : પ્રજા અંધકારમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : બનાસકાંઠા જીલ્લામાં વિકાસના નામે પ્રજાને ગુમરાહ કરી જાણે કે ખુલ્લેઆમ સરકાર તરફથી ચુકવાતા પ્રજાના વિકાસના પૈસાઓ હડપવાની જાણે કે હરિફાઈ ચાલી રહી હોવાનું મહેસુસ થઈ રહ્યું છે. સરકાર દ્વારા ફાળવાતી ગ્રાન્ટો બાંધકામ અધિકારીઓ પોતાના ગજવામાંથી ચુકવતા હોવાનું અને તેનો મનફાવે તેમ બજાર ભાવ કરતાં અનેકગણા નાણાં ચુકવી પ્રજાના પૈસા વેડફવાનું મસમોટું કૌભાંડ કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વિના જીલ્લાભરમાં ચાલી રહ્યું હોવાનું મહેસુસ થઈ રહ્યું છે. 
જીલ્લાના આગેવાનો જાણે કે અધિકારીઓથી શરમાઈ ગયા હોય તેમ ચુપ થઈ ગયા હોય તેમ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવાની હાટડીઓ જાણે કે જીલ્લામાં ખુલી હોય તેવું મહેસુસ થાય છે. વિકાસના પૈસા તેમાંય ૧૪મા નાણાપંચના પૈસાતો જાણે કે ગેરરીતી કરવાજ ફાળવાતા હોય તેમ મનફાવે તેમ ઉપયોગ થઈ રહ્યો હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે. 
દીઓદર તાલુકામાં એલ.ઈ.ડી.સ્ટ્રીટ લાઈટો લગાડવાની કામગીરીમાં વ્યાપક ગેરીરીતીઓ બહાર આવી છે. થોડા સમય પૂર્વે  નંખાયેલી એલ.ઈ.ડી.ડીસ્ટ્રીક લાઈટો માત્ર શોભાના ગાંઠીયા સમાન ભાસી રહી છે. લાઈટો જાણે કે અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના ગજવા ગરમ કરવા માટે નંખાઈ હોય તેમ પ્રજા અંધારામાંજ અટવાઈ રહી છે. કહેવાય છે કે એલ.ઈ.ડી.સ્ટ્રીટ લાઈટ બજારમાં પ૦૦ થી ૮૦૦ રૂપિયાની કિંમતની હોવાનું ઈલેક્ટ્રીક દુકાનોમાં તપાસ કરતાં તેમજ ઓનલાઈન ભાવો મેળવતાં જાણવા મળેલ. જ્યારે તાલુકા પંચાયત દ્વારા તાલુકાના ગામડાઓમાં મોટાપાયે ગેરીરીતી આચરી આ સ્ટ્રીટ લાઈટો ગામડામાં ૧ લાઈટના રૂ.૪૦૦૦/- ઉપરના ભાવો વસુલ કરવામાં આવ્યા હોવાનું જણાય છે. તેમજ આ જે જે રકમ ચુકવાઈ છે તેના બીલો પણ બોગસ હોવાનું અને સરકાર સાથે વ્યાપક જી.એસ.ટી.ની ચોરીઓ કરવામાં આવી હોવાનું ચર્ચાસ્પદ બનાવા પામેલ છે. 
આજે તો ગ્રામીણ પંથકમાં એલ.ઈ.ડી.લાઈટના ધુમાડાના ગોટે..ગોટા..ગોથે ચડ્યા છે. અને કોના અજવાળા થયા તે પ્રશ્નાર્થ ભાસી રહ્યો છે. જાકે કોઈની હિંમત નથી ચાલતી કે આની તપાસ માંગી શકે ? સરપંચો પણ વિકાસના કામો આગળ ચાલુ રાખવા અધિકારીઓના તાબે થઈ ચુપકેદી મને કમને જાળવી રહ્યા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.