સસરા, પતિ અને દિયર મારી હત્યા કરવાના હતા: જામનગરના પૂર્વ સાંસદ વિરૂદ્ધ પુત્રવધૂની SPને અરજી

જામનગર: જામનગરમાં હાથીકોલોનીમાં રહેતા દિવ્યાબેન હિતેષભાઇ કોરડીયાએ એસપીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન 18 વર્ષ પહેલાં માજી સાંસદ સભ્ય અને હાલ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ વાલજીભાઇ કોરડીયાના પુત્ર હીતેશ સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે જે 11 વર્ષનો છે. અમારો ઘરસંસાર બરોબર ચાલી રહ્યો હતો. પરંતુ સસરા ચંદ્રેશભાઇ, પતિ હીતેષ કોરડીયા, દિયર વિપુલ ચંદ્રેશભાઇ કોરડીયા અને ચંદ્રેશભાઇના પી.એ. મુકુન્દભાઇ સભાયા મને તથા મારા પુત્રને કોઇ પણ રીતે મોતને ઘાટ ઉતારવા કાવત્રા રચતા હોવાની 40 મિનિટની ઓડીયો ક્લીપ મારા હાથમાં આવી છે.

 

જેમાં કાવત્રા અનુસાર હીતેશ તા.20/5/2018 થી 31/5/2018 સુધી દીલ્હી, હરદ્વાર તથા ઋષિકેશ વગેરે સ્થળોએ ફરવા લઇ ગયો હતો. જ્યાં મારી હત્યા કરી લાશ ઠેકાણે પાડી દેવાના હતાં. પરંતુ ત્યાં હું બિમાર પડી જતાં મારી હત્યા કરવાનો તેમનો પ્લાન નિષ્ફળ ગયો હોવાનું ઓડીયો ક્લીપમાં સ્પષ્ટ થયું છે. રાજકીય ગુંડાઓ મારફત મારી અને મારા પુત્રની હત્યા કરાવી આપઘાત કે અકસ્માતમા ખપાવવાના છે તેવું ઓડીયો ક્લીપમાં થયેલા વાર્તાલાપ પરથી ખબર પડી છે. મારા પતિ હીતેશને દારૂનું વ્યસન હોય અવારનવાર મારકૂટ પણ કરી છે. આથી રક્ષણ માગ્યું છે.

 

પુત્રવધુએ કરેલા આક્ષેપો અંગે સસરા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલના પુત્ર વિપુલભાઇએ જણાવ્યું હતું કે, ઓડીયો ક્લીપ તદ્દન ખોટી છે અને મારા પિતાને રાજકીય અને આર્થિક રીતે બદનામ કરવાનું ષડયંત્ર છે.

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.