બનાસ ડેરીની વધુ એક સિધ્ધ : ફૂડ સેફટી સંદર્ભે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

રખેવાળ ન્યુઝ પાલનપુર : એશિયાની નંબર વન બનાસ ડેરીને સમગ્ર દેશમાં ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારના હ્લજીજીછૈં ના ઝ્રઈર્ંના હસ્તે દિલ્હી ખાતે ફૂડ સેફટી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીનું પરિણામ છે. અને આવનાર સમયમાં પણ દેશ અને દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા દૂધ ઉત્પાદનો પુરા પાડવા પ્રતિબદ્ધ છીએ તેમ બનાસડેરીના ચેરમેને જણાવ્યું હતું. દિલ્હી ખાતે ભારત સરકારની હ્લજીજીછૈં અને ઝ્રૈંંના સંયુક્ત ઉપક્રમે ફૂડ સેફ્‌ટી, ગુણવત્તા અને નિયમનકારીની સમિટ યોજાઇ હતી. આ સમિટમાં દેશની ૧૮૦૦ જેટલી ઉદ્યોગ જગતની સંસ્થાઓમાં જે ખાદ્ય ચીજવસ્તુઓ સાથે સંકલાયેલી હોય તેમાં ફૂડ સેફ્‌ટી અને ગુણવત્તા જેવી બાબતોની ભારત સરકારની હ્લજીજીછૈં અને ઝ્રૈંં દ્વારા વર્ષ દરમિયાન ચકાસણી કરવામાં આવતી હોય છે. અને આ સમિટમાં તે ધારાધોરણોને પરિપૂર્ણ કરતી હોય તે સંસ્થાની પસંદગી કરવામાં આવતી હોય છે. હ્લજીજીછૈં અને ઝ્રૈંં ના ધારાધોરણ મુજબની કામગીરીને કારણે સમગ્ર દેશમાંથી ડેરી ઉદ્યોગમાં ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતી બનાસ ડેરીની ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારના હ્લજીજીછૈં ના ઝ્રઈર્ં પવનકુમાર અગ્રવાલના હસ્તે બનાસ ડેરીને એવોર્ડ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ અંગે ચેરમેન શંકરભાઈએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીનું પરિણામ છે અને આવનાર સમયમાં પણ દેશ અને દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તા વાળા દૂધ ઉત્પાદનો પુરા પાડવા પ્રતિબદ્ધ છીએ. એશિયામાં શ્રેષ્ઠ કહેવાતી બનાસ ડેરીએ પોતાની શ્રેષ્ઠતા અકબંધ રાખી છે. બનાસ ડેરીએ પાછલા ચાર વર્ષમાં ગુણવત્તાયુકત દૂધ ઉત્પાદનને કારણે સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.