જૂનાડીસામાં અસ્થિર મગજની મહીલા સાથે દુષ્કર્મની આશંકા મહીલા સાથે બળજબરી કરતાં યુવક સી.સી. ટી.વી. કેમેરામાં કેદ

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જૂનાડીસા ગામે એક શરમજનક ઘટના સામે આવી છે. ગામના હાઇવે પરની એક દુકાનના ઓટલે મધરાત્રે કડકડતી ઠંડીમાં આશરો લઇ રહેલી અસ્થિર મગજની મહીલાને એક  યુવક બળજબરી કરી લઇ જતો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો છે. જેથી મહીલા સાથે દુષ્કર્મ થયું હોવાની શંકાને લઇ લોકોએ આ બાબતે તપાસ કરવાની માંગ કરી છે.
 
ડીસા તાલુકાના જૂનાડીસા હાઇવે પર છેલ્લા કેટલાંક સમયથી એક અસ્થિર મગજની યુવતી દુકાનોના ઓટલે આશરો લઇ રાત ગુજારે છે.ત્યારે જૂનાડીસા હાઇવે પર પેટ્રોલ પંપની સામે આવેલી એક દુકાનના ઓટલે ગઇ મધરાત્રે આશરો લઇ રહેલી આ અસ્થિર મગજની મહીલાને એક યુવક મારઝૂડ કરી રહ્યો હતો ત્યારે આ અસ્થિર મગજની મહીલાની રખેવાળી કરતાં શ્વાન એ આ યુવક સામે સામનો પણ કર્યો પરંતુ આ યુવક શ્વાનને પણ માર મારી ભગાડીને આ મહીલાને બાજુની અવાવરૂ જગ્યાએ ખેંચી જતો દુકાનની બહાર લગાવેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો છે. જેના કારણે આ અસ્થિર મહીલા સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા નકારી શકાતી નથી.ગામના આગેવાનોએ આ બાબતને શરમજનક ગણાવી પોલીસને જાણ કરી તપાસની માંગ કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.