કોંગ્રેસ-કેજરીવાલ પર શાહનો મોટો આક્ષેપ, ‘CAA પર લોકોને ભ્રમિત કરી તોફાન કરાવ્યાં’

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી છે. આજે બૂથ કાર્યકરોના સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. આ સાથે જ તેમણે કાર્યકરોને કહ્યું કે ભાજપે આ ચૂંટણી સભાઓથી લડવાની નથી પરંતુ ઘરે ઘરે જઈને લડવાની છે. મોહલ્લા મીટિંગ  કરીને લડવાની છે. આ મોહલ્લા મીટિંગની શરૂઆત હું કરવા જઈ રહ્યો છું. 
 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી છે. આજે બૂથ કાર્યકરોના સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. આ સાથે જ તેમણે કાર્યકરોને કહ્યું કે ભાજપે આ ચૂંટણી સભાઓથી લડવાની નથી પરંતુ ઘરે ઘરે જઈને લડવાની છે. મોહલ્લા મીટિંગ  કરીને લડવાની છે. આ મોહલ્લા મીટિંગની શરૂઆત હું કરવા જઈ રહ્યો છું. 
 
અમિત શાહે  કહ્યું કે કેજરીવાલજી અખબારોમાં પોતાની તસવીરોવાળી જાહેરાત આપીને અભિનંદન પાઠવી રહ્યાં છે. અરે તમે કયું કામ પૂરું કર્યું તે તો જણાવો. ૫ વર્ષ સરકાર ચલાવ્યાં બાદ આપ હવે કામ શરૂ કરવા જઈ રહ્યા છો. તેમણે કહ્યું કે કેજરીવાલજી દિલ્હી માટે તમે શું કર્યું તે જણાવો. તમે કહ્યું હતું કે ૨૦ કોલેજ બનાવીશું, આ કોલેજ ક્યાં ગઈ તે ખબર નથી. ૫૦૦૦થી વધુ શાળાઓ બનાવવાનું વચન આપ્યું હતું. હું ચશ્મા ચઢાવીને જોઉ છું કે શાળાઓ  ક્યાં બની છે. પરંતુ ક્યાંય દેખાતી નથી. 
 
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે દિલ્હીમાં ૧૫ લાખ સીસીટીવી કેમેરા લાગવાના હતાં પરંતુ લાગ્યા નહીં. કરારવાળા શિક્ષકો-કર્મચારીઓને કાયમ કરવાના હતાં તે કર્યું નહીં અને અમે જે આપવા માંગતા હતાં તેમાં પણ કેજરીવાલ અડચણ બન્યા છે. દિલ્હીની જનતા બધુ સમજી ગઈ છે. 
 
અમિત શાહે કહ્યું કે હાલમાં જ વડાપ્રધાનજી નાગરિકતા સંશોધન કાયદો લઈને આવ્યાં. ઝ્રછછને કેબિનેટે મંજૂરી આપી, લોકસભાએ પસાર કર્યો પરંતુ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જનતાને ગુમરાહ કરી અને રમખાણો કરાવવાનો કામ કર્યું. 
 
અમિત શાહે કહ્યું કે મોદીજી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા જઈ રહ્યાં છે તો દલિત વિરોધી કેજરીવાલ, રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે પાકિસ્તાનના નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલા હુમલાના બહાને પણ વિપક્ષી દળો પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેજરીવાલ, રાહુલ અને સોનિયા ગાંધી આંખ ખોલીને જોઈ લો. પાકિસ્તાને નનકાના સાહિબ જેવા પવિત્ર સ્થળ પર હુમલો કરીને શીખ ભાઈઓને ઠેસ પહોંચાડી છે. રામ જન્મભૂમિને લઈને પણ તેમણે વિરોધીઓને આડે હાથ લીધા. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.