02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કોટક મહિન્દ્રા બેન્કને આરબીઆઈનો જોરદાર ઝટકો

કોટક મહિન્દ્રા બેન્કને આરબીઆઈનો જોરદાર ઝટકો   16/08/2018

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેન્ક કોટક મહિન્દ્રાને જબરદસ્ત ઝટકો આપ્યો છે. આરબીઆઇએ જણાવ્યું છે કે બેન્કના ફાઉન્ડર ઉદય કોટક દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ સ્ટેક સેલ રેગ્યુલેટરી નોર્મ્સની પૂર્તતા કરતું નથી.

આરબીઆઇએ બેન્કના પ્રમોટર ઉદય કોટકનો હિસ્સો ઘટાડવાનો પ્લાન ફગાવી દીધો છે. કોટકે ૨ ઓગસ્ટના રોજ પ્રીપેચ્યુઅલ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર (પીએનસીપીએસ) જારી કરીને બેન્કમાં પોતાની વ્યક્તિગત ભાગીદારી ૨૦ ટકાથી નીચે ઘટાડી હતી.

આ મુદ્દા પર વોટિંગ રાઇટ્સ ટ્રાન્સફર નહીં હોવાના સવાલો ઊભા થયા હતા. આરબીઆઇએ જણાવ્યું છે કે પીએનસીપીએસ જારી કરવાથી રેગ્યુલેટરના પ્રમોટર હોલ્ડિંગમાં ઘટાડો થવાની શરત પૂરી થતી નથી, જોકે બેન્કનું કહેવું છે કે ઇક્વિટી ડાયલ્યૂશન્સથી રેગ્યુલેટર શરત પૂરી થઇ જાય છે.

અમે આ અંગે આરબીઆઇને રજૂઆત કરીશું, જોકે હવે પ્રમોટરોએ આ માટે બીજો કોઇ રસ્તો અપનાવવો પડશે. બેન્ક આ અંગે આરબીઆઇના સંપર્કમાં છે.

Tags :