બર્ફીલા પવનો ફૂંકાતા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં તીવ્ર ઠંડીનો દોર શરુ

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષને પગલે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજે વહેલી સવારથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હજુ પણ ઠંડી વધવાના સંકેતો હવામાન વિભાગે જાહેર કર્યા છે.ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ વર્ષનો દૌર શરૂ થઈ જતો હોય છે. ત્યારે વર્તમાન સમયમાં ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષની અસર હવે ગુજરાત સુધી પહોંચી ગઈ છે. હિમવર્ષાને પગલે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં તાપમાનમાં જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. 
ઠંડા હિમ પવનોને લીધે આજે સવારથી ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી હતી અને લોકોને બપોરના પણ સ્વેટર પહેરીને ફરવાની નોબત આવી હતી. આ સિઝનમાં પ્રથમવાર લોકોને દિવસ દરમ્યાન સ્વેટર પહેરવાની નોબત આવી છે. આજે વહેલી સવારથી અચાનક પવનની ગતિમાં વધારો થતાં પવનની ગતિ પણ ૧૦ કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી હતી. 
ઉત્તર દિશા તરફથી ફૂંકાઈ રહેલા આ ઠંડા પવનોને કારણે આજે દિવસના મહત્તમ તાપમાનમાં ઘટાડો થવા ઉપરાંત આવતીકાલથી ન્યૂનતમ તાપમાનમા પણ મોટો ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.