ધાનેરા તાલુકાની શેરા ગામ ખાતે આવેલ દૂધ સહાકારી મંડળીને તાળા લાગ્યા

બનાસકાંઠા જિલ્લો પશુપાલન સેત્રે દિનપ્રતિ દિન આગળ વધી રહ્યો છે.હાલ જિલ્લાની મુખ્ય આવક કહીએ તો એ દૂધની છે.બનાસકાંઠા જિલ્લો રોજનું કરોડો લિટિર દૂધ ડેરી એ ભરાવી રહ્યો છે.વિવિધ દૂધ સહકારી મંડળી ની આવક પણ દર ૧૫ દિવસે લાખોની હોય છે.
બનાસડેરીનું દૂધ ભારત સહિત વિદેશમા પણ નિકાસ કરાય છે. જો કે, હવે બનાસડેરીના દૂધની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકો પણ દૂધની આવકે સૌથી મોખરે છે. જો કે, ધાનેરા તાલુકાના શેરા ગામે આવેલ દૂધ સહાકરી મંડળી છેલ્લા ૫ દિવસથી બંધ છે. રોજનું હજારો લીટર દૂધની આવક ધરાવતી આ મંડળી ભેળસેળના દૂધને લઈને બદનામ થઈ છે. જેથી ગામના આગેવાનો તેમજ ડેરીના અધિકારીઓ દ્વારા આ ડેરીને બંધ કરતા રોજનું હજારો લીટર દૂધ લઇ ગ્રામજનો આમથી તેમ ફરી રહ્યા છે.
 
શેરા દૂધ મંડળીના ચેરમેન તેમજ મંત્રી છેલ્લા ૪૦ વર્ષથી ડેરી પર કબ્જો કરી પોતાની મનમાની કરી રહ્યા છે. અને પોતાના સગા સબંધીનું મિલાવટવાળું દૂધ લેતા ગ્રામજનોએ આ બાબતે વિરુદ્ધ કરી ડેરીને બંધ કરી છે. ગ્રાહકોએ જાહેરમા કહ્યું હતું કે, શેરા દૂધ મંડળી પર દૂધ ભરાવવા માટે આવતા કેટલાક પશુપાલકો પોતના દૂધની માત્રા તેમજ ફેટ વધારવા માટે તેલ, યુર્યા ખાતર પાવડર જેવા ઝેરી દ્રવ્યો મેળવી ૨૦ લીટરના દૂધને ૬૦ લીટર દૂધ બનાવી ચેરમેનની રહેમનજર ડેરીમાં ભરાવે છે. જેથી આવલ મિલાવટવાળા ગ્રાહકોને બહાર લાવી સાચા લોકોને ન્યાય મળે તે માટેની માંગણી કરી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.