ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનું આગમન : સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ

 
                          ચોમાસાની સત્તાવાર  રીતે વિદાય થઇ છે. નવરાત્રી પૂર્ણ થવાના આરે છે અને દિવાળી પર્વને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હાલ તો ગરમી સાથે તાપનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આજે સવારે વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. ઠંડકનો અનુભવ થયો હતો અને બાદમાં આંશિક ઝાકળવર્ષા જોવા મળી હતી. બનાસકાંઠામાં આજે વ્હેલી સવારે ઠંડીના ચમકારા અનુભવાયા હતા. થોડીવાર ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારબાદ ઝાકળવર્ષા પણ જોવા મળી હતી. હાઈવે ઉપર ઝાકળવર્ષા વધુ દેખાતી હતી. પરંતુ બપોરના સમયે ફરી ગરમીનો અનુભવ થતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.