હાર્દિક પટેલના વળતા પાણી, સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા તો હવે બીજા કેસમાં થશે ધરપકડ

ગુજરાત
ગુજરાત

પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે વિરમગામ પાસે આવેલ હાંસલપુર ચોકડીથી તેની ધરપકડ કરી હતી. દરમિયાન મોડી રાત્રે તેને મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ ગણાત્રાના નિવાસે રજૂ કરાયો હતો. જ્યાં તેને ૨૪મી જાન્યુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ થયો હતો.
 
તમને જણાવી દઇએ કે, રાજદ્રોહના કેસની ટ્રાયલ દરમિયાન હાર્દિક પટેલ સતત ગેરહાજર રહેતો હતો અને કોર્ટે તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યાના ગણતરીના જ કલાકોમાં પોલીસે હાર્દિકની ધરપકડ કરી લીધી હતી. સાયબર સેલના પીઆઇ બે પીએસઆઇ સહિતની પોલીસ ટીમે હાર્દિકની ધરપકડ કરી તેને ક્રાઇમ બ્રાંચ લઇ જવામાં આવ્યો હતો.
 
હાર્દિક પટેલના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. હાર્દિક પટેલનાં સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. જ્યારે અન્ય એક કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવશે. વર્ષ ૨૦૧૭માં ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં સમર્થનમાં હાર્દિકે જાહેરાત કરી હતી. જેના જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો. જેથી આજે સિદ્ધપુર પોલીસ અમદાવાદ પહોંચીને સાબરમતી જેલમાંથી હાર્દિક પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
 
હાર્દિકના વકીલએ કોર્ટમાં બાહે ધરી આપી હતી કે, આગામી સમયમાં બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહિ થાય ત્યારે કોર્ટે જામીન આપ્યા હતાં. આ અંગે હાર્દિકનાં વકીલે જણાવ્યું છે કે, સેશન્સ કોર્ટે હાર્દિકનાં વકીલે કોર્ટમાં બાંહેઘરી આપી છે કે, ફરીવાર તે આવી ભૂલ નહીં કરે. તે હવે કોર્ટની શરતોનું પાલન કરશે. મહત્વનું છે કે, ૨૪મી તારીખે હાર્દિક પટેલનાં રાજદ્રોહ કેસમાં ફરીથી સુનાવણી થશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.