ડીસા તાલુકા કક્ષાના પોલીયો કાર્યક્રમનું ધારાસભ્યના હસ્તે ઉદ્દઘાટન

 
 
 
 
 
 
 
                                  ગતરોજ તાલુકા હેલ્થ ઓફીસ ડીસા વતી ડીસા તાલુકાના સઘન પોલીયો રસીકરણ કાર્યક્રમનું ઉદ્દઘાટન ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ એમ. પંડ્યાના વરદ્દ હસ્તે અર્બન હેલ્થ સેન્ટર-૧ ડીસા મુકામે કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ડીસા ગ્રામ્યના ૫૫,૯૯૪ અને શહેરના ૨૦,૮૦૫ એમ કુલ ૭૬,૭૯૯ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસર ડાp. હરીયાણી, ટી.એમ.પી. એમ.એસ. નિરંજનભાઇ, ટી.એચ.વી. મહેતાબેન અને ડીસા અર્બન એમ.ઓ. અને પી.એચ.સી. ના તમામ એમ.ઓ. સાથે કુલ ૬૬ સુપરવાઇઝર મળી પ્રથમ દિવસે બૂથ ઉપર અને બીજા-ત્રીજા દિવસે ઘેર ઘેર ફરી છેવાડાના ખેતર સુધી પહોંચી તમામ બાળકોને પોલીયો રસીના બે ટીંપા પીવડાવવામાં આવશે તેમજ આ કાર્યક્રમ અંતર્ગત એ.ડી.એચ.ઓ. ડાp. શાહે પણ મુલાકાત લઇ આઇ.પી.પી.આઇ. વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.