ડીસામાં દિવાળી ટાંણે ધૂળના સામ્રાજ્યથી નગરજનો પરેશાન

ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં છેલ્લા  ઘણા સમયથી  મુખ્ય રસ્તાઓની હાલત કફોડી બની છે જેમાં મોટાભાગના રસ્તાઓ પર ચોમાસા દરમિયાન ઊંડા ખાડાઓ પડી જતા વાહનચાલકોઅને રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. અવાર નવાર આ તૂટેલા ઉબડખાબડ રસ્તાને લીધે અકસ્માતના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો જેથી વાહનચાલકોની ફરિયાદના પગલે પાલિકા દ્વારા તૂટેલા રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું હતું   જેમાં મોટાભાગના રસ્તાઓ ઉપર  સિમેન્ટ અને માટી નાખી સમાર કામ કરવામાં આવ્યું હતું  પરંતુ વાહનોની સતત અવર જવરના લીધે  માટી અને ધૂળ ઉડતા દિવસે પણ વાતાવરણ ધુળિયું બની જતા   પસાર થતા રાહદારીઓને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે જ્યારે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે.
એક સમયે ખળખળ વહેતી બનાસ નદી અને લીલીછમ હરિયાળીથી અંજાયેલા અંગ્રેજોએ ડીસામાં લશ્કરી થાણું સ્થાપ્યું હતું પરંતુ એ પછી ઉપરવાસમાં બંધ બંધાતા બનાસનું વહેણ સુકાઈ ગયું છે. જ્યારે વન વિભાગ સહિતના સરકારી તંત્રની ઘોર લાપરવાહીના કારણે ઋષિ સમાન વૃક્ષો  સતત કપાઇ રહયા છે તેથી પંથક ઉજ્જડ બનવા તરફ અગ્રેસર છે ત્યાં ડેન્ગ્યુ સહિતની બીમારીઓના ઉપદ્રવ વચ્ચે પાલિકાના પાપે શહેર માથે ઊડતી ધૂળનું સામ્રાજ્ય છવાયું છે. જેથી શિયાળાના આરંભે જ  ડિસવાસીઓ ધૂળ ફાકે છે જેની જીવલેણ રજકણો ખતરનાક નીવડી શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.