ધરપકડ વગર 3 યુવકોને પોલીસે બનાવ્યા બંધક, એટલી યાતના આપી કે કર્યો સુસાઇડનો પ્રયાસ

કોતવાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકોએ પોલીસની મારપીટથી પરેશાન થઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. તેમને સોમવારે મોડી રાતે ગંભીર હાલતમાં એમજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. ભારે પોલીસ દળોની વચ્ચે ત્રણેય યુવકોનો ઇલાજ શરૂ કરવામાં આવ્યો. ત્યાં હાજર ડોક્ટરોએ ગંભીર કેસ જણાવીને ઇમરજન્સીમાં એક અન્ય ડોક્ટરને બોલાવ્યા. ત્રણેયના શરીર પર ઈજાના નિશાન હતા. એક યુવકનું ગળું કોઇ તીક્ષ્ણ ધારવાળી વસ્તુથી કાપવાની કોશિશ કરવામાં આવી હતી. ઘાયલ અન્ય બે યુવકોએ મીડિયા સામે ખુલાસો કર્યો કે પોલીસે તેમની ધરપકડ કર્યા વગર તેમને બંધક બનાવીને રાખ્યા હતા અને તેમની સાથે મારપીટ કરતા હતા. પોલીસની આ મારપીટથી કંટાળીને ત્રણેયે પેન્ટની ચેન અને નાડાથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. એક યુવકની પીઠ, ઘૂંટણ અને કૂલા પર લોહીના ધાબા જામી ગયા હતા. આખા મામલામાં કોતવાલી પોલીસ સવાલોના ઘેરાવામાં એટલે છે કારણકે મોડી રાત સુધી ત્રણેયની ધરપકડને લઇને પોલીસ સરખો જવાબ આપી શકી નહીં. આખરે રાતે કોટવાલ શેતાનસિંહે સુરેશ નામના એક યુવકની ધરપકડ વિશે કબૂલ્યું પરંતુ તે પણ કયા મામલે તે જણાવ્યું નહીં.
 
એક પીડિત અક્ષયે જણાવ્યું કે અમને ત્રણેયને પોલીસે એક બેરેકમાં રાખ્યા હતા. બે સાથીઓ ત્યાં પહેલેથી હતા, જ્યારે મને 2 દિવસથી બંધક બનાવીને રાખ્યો હતો. તેઓ અમને મારતા હતા. એટલે કંટાળીને પેન્ટની ચેઇનથી ગળું દબાવવાની કોશિશ કરી. ઘાયલ યુવકોમાં આશિષ નામનો એક અન્ય યુવક પણ સામેલ છે. જોકે, તે કંઇ બોલે તે પહેલા પોલીસ ત્રણેયને કસ્ટડીમાં લઇ ગઇ.
 
સુરેશ નામના યુવકના ગળામાં કોઇ ગંભીર ઈજાના નિશાન હતા. સુરેશે જણાવ્યું કે તેનો એક્સિડેન્ટ થયો હતો, આ દરમિયાન તેની ચેઇન તૂટી ગઇ તો તેણે તેને ઉઠાવીને પેન્ટના ખિસ્સામાં મૂકી હતી. સ્થળ પર જમા લોકોએ મને માર્યો અને પોલીસના હવાલે કરી દીધો. જ્યારે મને કોતવાલી લાવવામાં આવ્યો તો ચેઇન ખિસ્સામાંથી બહાર આવી ગઇ. તે જોઇને પોલીસે મને ક્રૂરતાથી માર્યો અને પૂછ્યું કે ચેઇન ક્યાંથી લાવ્યો. મેં કહ્યું- ચેઇન મારા સસરાએ મને આપી છે. મને મારશો નહીં. પરંતુ પોલીસ છોડી દઇશું બોલીને મારતી રહી. ચોરીનો બીજો માલ મેળવવા માટે છેલ્લા પાંચ દિવસથી મારી રહ્યા છે. એવું કહીને સુરેશ રડવા લાગ્યો. તે બોલ્યો- સાહેબ મારા નાના-નાના બાળકો છે.
 
કોતવાલી શૈતાનસિંહે સુરેશ નામના યુવકની ધરપકડ કરવાનું કબૂલ્યું છે. પરંતુ તેની ધરપકડ કયા મામલે કરવામાં આવી તે નથી જણાવ્યું. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે બાકીના બે યુવકોને કોઇપણ ધરપકડના વોરંટ વગર અંડરવેરમાં બેરેકમાં કયા આધારે બંદી બનાવવામાં આવ્યા.
ત્રણેય યુવકોની ધારોકે પોલીસે ધરપકડ પણ કરી હોય તો સુરેશને 5 દિવસથી અને અક્ષયને 2 દિવસથી બંધક બનાવીને રાખવામાં આવ્યો. કાયદાકીય રીતે 24 કલાકમાં ધરપકડ બતાવવી અનિવાર્ય છે.
ત્રણેય યુવકોને કયા મામલે અટકાયતમાં રાખવામાં આવ્યા છે તે બાબતે પોલીસ કોઇ સ્પષ્ટીકરણ આપી શકી નથી. પોલીસનો એ તર્ક કે ત્રણેય યુવકોની એકસાથે તબિયત બગડી, તો પણ ગળે ઉતરતો નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.