ભાજપના નેતા દાસગુપ્તાનું ૮૨ વર્ષની વયે નિધન, ૨જી સ્પેક્ટ્રમ કેસને મનમોહનના કર્તવ્યની ભૂલ ગણાવી હતી

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી  નેતા ગુરુદાસ દાસગુપ્તાનું ૮૨ વર્ષની જૈફ વયે નિધન થયું છે. ભૂતપુર્વ સાંસદ દાસગુપ્તા કિડની તથા હૃદય સંબંધિત બિમારીનો ઈલાજ કરાવી રહ્યા હતા. તેમને આજે કોલકાતા સ્થિત આવાસ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુદાસ ૩ વખત રાજ્યસભાના અને ૨ વખત લોકસભાના સભ્ય રહ્યા હતા. તેમને યુપીએ સરકારની બીજી મુદતમાં સંયુક્ત સંસદીય સમિતિ (ત્નઁઝ્ર)ના સભ્ય તરીકે ૨ય્ સ્પેક્ટ્રમ કેસને ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહનની કર્તવ્ય ચૂક તરીકે ગણાવી હતી. ગુરુદાસનો જન્મ ૩જી નવેમ્બર, ૧૯૩૬ના રોજ થયો હતો. તેઓ વર્ષ ૧૯૮૫ માં પ્રથમ વખત, વર્ષ ૧૯૮૮ માં બીજી વખત અને વર્ષ ૧૯૯૪માં ત્રીજી વખત કોમ્પ્યુનિસ્ટ પાર્ટીના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રાજનીતિ ઉપરાંત દાસગુપ્તા ક્રિકેટ તથા રવીન્દ્ર સંગીતમાં ખૂબ રસ ધરાવતા હતા. તેઓ બંગાળ ક્રિકેટ સંઘ (ઝ્રછમ્)સાથે પણ જોડાયેલા રહ્યા અને તેમણે કેબના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું.
 
દાસગુપ્તાએ મનમોહન સિંહ સરકારના બીજા કાર્યકાળમાં નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટની પણ આકરી ટીકા કરી હતી. તેમને કહ્યું હતું કે આ એક સંપૂર્ણ કારકુની (ક્લેરિકલ) બજેટ છે. તેને નાણાં મંત્રાલયના ક્લાર્ક (કારકુન) પણ તૈયાર કરી શકે છે. આ માટે નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીની કોઈ જ જરૂર ન હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.