થરાદમાં ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત 162 વાહનો ડિટેઈન કરાયા

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળની સુચના તથા થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણના માર્ગદર્શન હેઠળ થરાદ ડીવીઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીકના નિયમોનુ ચુસ્તપણે પાલન કરાવવા ટ્રાફિક ઝુંબેશ યોજવામાં આવેલ. જેમાં પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી સ્ટેટિક પોઇન્ટ પર સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ. જે અંતર્ગત થરાદમાં ડાર્ક ફિલ્મ,વગર લાયસન્સ તથા કાયદેસર પાસ પરમીટ નહિ ધરાવતા ચાલકો તેમજ ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનચાલકો વિરુધ્ધ MV ACT 207 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 162 વાહન ડિટેઈનની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.