બનાસકાંઠામાં પાછોતરા વરસાદથી પાકને થયેલ નુકસાનનું વળતર મેળવવા ખેડૂતો ફાંફે ચઢયા

વડાવળ : બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ પાછોતરા વરસાદના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. જે સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાબતે વીમા કંપનીઓને તાત્કાલિક સર્વ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ વીમા કંપનીઓની બેદરકારી સામે આવી રહી છે.
આ બાબતે કેટલાંક ખેડુતો અમને કોઈ પણ પડતી ખબર નથી કે કઈ વીમા કંપની દ્વારા ખેતીના પાકની પોલીસી લેવામાં આવી છે અને અમારી પાસે વીમા કંપનીની પોલીસના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ પણ ન હોવાથી વરસાદથી નુકસાન થયેલા ખેતી પાકનું વળતર મેળવવા ફાફા પડી રહ્યા છે જયારે આ બાબતે ડીસા તાલુકાના રાણપુર ગામના જાગૃત ખેડૂત કલ્યાણભાઈ રબારી કેટલીક માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતો બેંકોમાં પોતાનો પાક ધિરાણ લેવા જાય છે ત્યારે બેંકમાં પાક વીમાની રકમ કાપી લેવામાં આવતી હોય છે એક હેકટર દીઠ એકલાખ રુપિયા ની સામે રુપિયા પંચાવનસો ખેડુત ના અને પંચાવનસો રાજય સરકાર પાસે થી વીમા કંપની લઇ ખેડુતો નો પાક વિમો લે છે પરંતુ ખેડૂતને આ બાબતની કોઇ જાણકારી હોતી નથી કે વીમા કંપની ખેડૂતોને કોઈપણ જાતનું ડોક્યુમેન્ટ પણ આપતી નથી જેથી ખેડૂતોને કોઈ જાતની ખબર હોતી નથી કે કઈ વીમાકંપની દ્વારા તેમની પોલીસ લેવામાં આવી છે જેથી ખેડૂતોને વીમા ક્લેમ કરતી વખતે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે જ્યારે ખેડૂતો અંગે બેંકમાં રજૂઆત કરવા જાય છે ત્યારે બેંકના અધિકારીઓ જવાબદારી સ્વીકારતા નથી કે રાજ્ય સરકારના આદેશ મુજબ અને ખેડૂતોના ખાતામાં થી વીમા ની રકમ કાપતા હોય છે જેની અમારી કોઈ જવાબદારી હોતી નથી જેને લઇ ખેડૂતોને પાકમાં નુકસાન થયું હતું કોઈ જાતનું વળતર મળતું નથી જે બાબતે જાગૃત ખેડૂત કલ્યાણભાઇ રબારીએ વિવિધ અધિકારીઓના સંપર્ક કરતા બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સોપોર્રન નામની કંપની વીમા પોલિસી લીધી છે
 જેથી આ કંપનીના અધિકારીઓના સંપર્ક કર્યો હતો પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે માત્ર ૭૨ કલાકમાં જ ખેડૂતોએ વીમા ક્લેમ કરવાનો હોય છે ત્યારે પ્રશ્ન થાય છે કે જિલ્લાના અભણ ખેડૂતોને ખુદને ખબર હોતી નથી કઇ  જગ્યાએ ક્લેમ કરવો અને કઈ વીમા પોલિસી છે ત્યારે જો બેંકો આ બધી જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય તો ખેડૂતો પાસેથી રકમ કઈ રીતે કાપી શકતા હોય છે જેને લઇ આગામી સમયમાં આ બાબતે કલ્યાણભાઈ રબારી કાયદાકીય રીતે પણ લડત લડવાની તૈયારી બતાવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.