02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / દાંતાના ઘૂઘરમાળ ગામે હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદ

દાંતાના ઘૂઘરમાળ ગામે હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદ   12/10/2019

દાંતા તાલુકાના ઘૂઘરમાળ ગામે ખેતરના મુદ્દે ત્રણ વર્ષ અગાઉ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જે કેસ પાલનપુરની સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
દાંતા તાલુકાના ધૂધરમાળ ગામે રહેતા લલિતભાઈ તારીખ 16-7-2017ની સાંજે બળદ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગામના અરજણ જવાભાઈ ગમાર, નારણભાઈ અરજણભાઈ ગમાર, દીપકભાઈ અરજણભાઈ ગમાર અને રાયચંદભાઈ લૂંબા ભાઈ ગમારે અમારૂ ખેતર છોડી જતો રહે તેમ કહી લાકડી, ધોકાઓ વડે હૂમલો કર્યો હતો. જેમણે બુમાબુમ કરતાં તેમના ભાઈ ભરતભાઇ તેમની પત્ની અને માતા ઉજળીબેન ત્યાં દોડી આવ્યા હતા. તેમની ઉપર પણ હુમલો કરાયો હતો. જેમાં ભરતભાઇનું મોત નિપજ્યું હતું. 
આ અંગેનો કેસ પાલનપુરની સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ વી. બી. ગોહિલે સરકારી વકીલ સી. જી. રાજપૂતની દલીલો ગ્રાહ્ય રાખી ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

Tags :