02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / શિકારીઓને રોકવા નીકળેલું વિમાન 330 ફૂટની ઊંચાઇએ તારમાં ભરાયું, અંદર બેસેલા દંપતીને બચાવવા 4 કલાક લાગ્યા

શિકારીઓને રોકવા નીકળેલું વિમાન 330 ફૂટની ઊંચાઇએ તારમાં ભરાયું, અંદર બેસેલા દંપતીને બચાવવા 4 કલાક લાગ્યા   02/10/2018

દક્ષિણ આફ્રિકામાં એક વિમાન 330 ફૂટની ઊંચાઇએ તારમાં ફસાઇ લટકી ગયું હતું. તેમાં એક દંપતી સવાર હતું. જેમને 51 વર્ષના ટ્રેનર રોબ થોમસે 4 કલાકની મહેનત પછી બચાવ્યા હતા.દક્ષિમ આફ્રિકામાં ગેંડાના શિકારની છૂટ છે. તેથી લોકો જંગલમાં તેનો શિકાર કરે છે. લોકોને શિકારથી દૂર રાખવા પીટર અને તેમની પત્ની મેરી નાનનકડા વિમાનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે જ તેમનું વિમાન સ્ટીલના તારમાં ભરાઇ ગયું. તેમને બચાવવા માટે પહેલાં હેલિકોપ્ટરની મદદ લેવાઇ હતી. પરંતુ સફળતા ન મળતા પર્વતારોહી ટ્રેનર થોમસ પેરાશૂટ સાથે તાર પર ચઢ્યા હતા અને દંપત્તિને બચાવ્યા હતા. આ સ્ટીલનો તાર જંગલમાં એડવેન્ચરની રમતો માટે બાંધવામાં આવ્યો છે.1960ના દાયકાનું બેટ હોક વિમાનમાં મોટા પંખા હોય છે અને પેટ્રોલિંગ માટે તેનો ઉપયોગ કરાય છે

Tags :