અરવલ્લી જિલ્લામાં મેઘમહેર યથાવત : જિલ્લાના ડેમોમાં નવા નીરની આવકથી ભૂમિપુત્રો હારખાયા

અરવલ્લી જિલ્લામાં આજ સવાર સુધીમાં મોસમનો જિલ્લાનો સરેરાશ વરસાદ 9 ઇંચ નોંધાવા સાથે જિલ્લાના જળાશયોમાં નવા વરસાદી નીરની અવકો શરૂ થતાં ભૂમિપુત્રોના ચહેરા ઉપર સ્મિત વર્તાઈ રહ્યું છે.ખેતીની જરૂરિયાના સમયે જ અષાઢી અંબરે ચોમાસુ જામતાં આશાસ્પદ ચોમાસાની જન્મેલી આશાઓએ ધરતીપુત્રોમાં ખુશખુશાલ છે.
 અરવલ્લી જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા  અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધનસુરા,બાયડમાં ,મોડાસા અને માલપુરમાં   ઇંચ  અને ભિલોડામાં અડધો ઇંચ એમ  જિલ્લામાં સાર્વત્રિક વરસાદ   સાથે અત્યાર સુધીનો મોસમનો સરેરાશ  9 ઇંચ વરસાદ નોંધાતા જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જેમાં  માજુમ ડેમમાં ૪૫૦ ક્યુસેક પાણીની આવક થઈ છે તો વાત્રક ૨૩૦,વૈડી ૨૬૫,લાંક ૨૮ ક્યુસેકની આવક થવા પામી છે.આજે સવારે વાત્રક નદી બેકાંઠે પ્રથમવાર વહેતી નિહાળવાનો આનંદ કાંઠા વિસ્તારના લોકોએ લીધો હતો.
     ચોમસાના પ્રારંભથી જ જરૂર પ્રમાણે વરસાદ ..કહો કે માગ્યા મેહ.વરસતાં ચોમાસાના અંત સુધી આવી ઇ મેઘમહેર રહેશે તો ચાલુ ચોમાસુ ઘણું જ આશાસ્પદ નિવડવાની આશાઓ સાથે કિસાનો આજકાલ ખેતરોમાં ચોમાસુ ખેતીમાં ઉત્સાહથી કામે લાગી ગયા છે.મગફળી,કપાસ સહિતના જિલ્લામાં વવાતા રોકડીયા પાકોને માટે અત્યાર સુધીનું ચોમાસુ ઘણું જ માફ્સરનું હોવાનું ખેડૂત વર્તુળો જણાવી રહ્યાં છે!!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.