સુસાઇડ સમજી પરિવારજનોએ કર્યો દીકરાનો અંતિમસંસ્કાર, ઘરે પાછા ફરતા તેના મોબાઈલ વીડિયોથી થયો હત્યાનો ખુલાસો

'હું રાહુલ ડાબી છું. આ મારું નામ છે. મને જીતેન્દ્ર નિનામા અને તેના એક સાથીએ જબરદસ્તી ઝેર પીવડાવ્યું છે. તેઓ હાલ મને ફેંકીને જતા રહ્યા. હું હાલ થોડો સાજો છું, આ મેસેજ બધાને જણાવી દેજો, હું જણાવી રહ્યો છું.' ગભરાયેલા અને અટકી-અટકીને બોલી રહેલા રાહુલે આ વાતો 15 સેકન્ડ્સના વીડિયોમાં કહી. આ વીડિયો તેણે પોતાના મોત પહેલા મોબાઇલમાં બનાવ્યો હતો, જે હવે તેની હત્યાનો સાક્ષી બની ગયો છે. 16 જુલાઈના રોજ રાહુલ બેભાન મળ્યો હતો. ડોક્ટરે જણાવ્યું કે તેણે ઝેર ખાધું છે. હાલત ગંભીર હોવા પર પરિવારજનો તેને ઇંદોર લઇ જવા લાગ્યા પરંતુ, રસ્તામાં તેણે દમ તોડી નાખ્યો. તે જ દિવસે સાંજે પરિવારજનોએ એવું સમજીને રાહુલનો અંતિમ સંસ્કાર કરી દીધો કે કોઇ ચિંતાના કારણે તેણે ઝેર ખાઇને આત્મહત્યા કરી છે. પોસ્ટમોર્ટમ પણ ન કરાવ્યું. અંતિમસંસ્કાર પછી જ્યારે પરિવારજનોએ તેનો મોબાઈલ જોયો તો દરેક વ્યક્તિ આઘાત પામી ગઇ. તેમાં જે વીડિયો મળ્યો તે તેણે 16 જુલાઈના રોજ બનાવ્યો હતો. પરિવારજનોએ આ વીડિયો પોલીસને સોંપીને રાહુલના હત્યારાઓને પકડવાની માંગ કરી છે.
 
- સૌથી પહેલા એક છોકરીએ રાહુલના દોસ્તોને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા મિત્રએ ઝેરીલી દવા પી લીધી છે. તે હાલ દેવરૂંડી (ઝાબુઆ)ની આસપાસ પડ્યો છે.
 
- તેણે કહ્યું, આ વાત તેના પપ્પાને પણ જણાવી દેજો. ત્યારબાદ રાહુલના પિતા અને મિત્રો જણાવેલી જગ્યાએ પહોંચ્યા, જ્યાં રાહુલ બેભાન હાલતમાં મળ્યો. તેને સારંગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં તેની હાલત વધુ ખરાબ થવાથી પરિવારજનો તેને ઇંદોર લઇ જઇ રહ્યા હતા પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી નાખ્યો. 
- પરિવારજનો તેને પોતાના ઘરે દેવરાપાડા લઇ ગયા, જ્યાં તેનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ પરિવારજનોએ તેનો મોબાઈલ જોયો તો તેમાં આ ચોંકાવનારો 15 સેકન્ડ્સનો વીડિયો મળ્યો. 
- આ જોયા પછી પરિવારજનોને તેઓ જેને આત્મહત્યા સમજી રહ્યા હતા તે હત્યાનો મામલો લાગ્યો. રાહુલના પિતાએ પોલીસકેસ નોંધાવ્યો. હવે પોલીસની તપાસ પછી જ આખા મામલાનો ખુલાસો થઇ શકશે કે આખરે બન્યું શું હતું. 
- પેટલાવાદના ટીઆઇ કે.એલ. વરકડેએ જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કશું ન હતું. વીડિયોની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવશે. સાથે જ, જે અરજી મળી છે, તેના દરેક પાસાની તપાસ થશે, ત્યારે જ કોઇ નિર્ણય પર પહોંચી શકાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.