થરાદના મોરથલ ગામની નાની બાળાને ઝેરી વીંછી કરડતા મોત

રાહ : થરાદ તાલુકાનાં મોરથલ ગામની બાળા માળી જીનલબેન શિવાભાઈ ઉંમર ૪ વર્ષ નામની બાળા ઘરનાં આગણામાં રમતી હતી ત્યાં વીંછી કરડતા બૂમાબૂમ કરતા તેમના પરીવાર જનોએ તેને તાત્કાલીક ધાનેરા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધી બાળાના શરીરે ઝેરની વધારે અસર થતા મોત થયુ હતુ. હાલમાં ચોમાસાની ઋતુમાં ઘણા ઝેરી જીવજંતુઓ ઠંડક મેળવવા બહાર નીકળતા હોય છે ત્યારે તેવા સંજોગોમાં ખાસ તકેદારી રાખવી જરુરી જણાઈ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.