સત્તાની પરવા કર્યા વિના કરેલ નોટબંધીનો કઠોર નિર્ણય મોદીને ૨૦૧૯માં ફળશે ? ગુજરાતના પનોતા પુત્ર મોદી આજે ૬૮ વર્ષના થયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સત્તાની પરવા કર્યા વગર નોટબંધીનો કઠોર નિર્ણય કર્યો હતો જેની દેશમાં સારીનરસી અસરો જોવા મળી રહી છે ત્યારે આ નિર્ણય ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ફાયદો કરાવશે કે કેમ તે પ્રશ્ન છે.
 
વડાપ્રધાનના જીવન ઝરમર ઉપર નજર ફેરવીએ 
 
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
 
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષ ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે
તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.
 
રાજકીય કારકિર્દી
 
દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ.
૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા.
૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા.
ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં થયેલો ગોધરાકાંડ.
ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ.
વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો.
૨૦૦૪માં અમેરિકાએ મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો હતો.
વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી.
૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા.
૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા.
વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે.
માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી.
જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.[૫૭] ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું;[૫૮] હાજર રહેલા આમંત્રિતોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ,શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા, અફઘાનિસ્તાનના પ્રમુખ હમિદ કરઝાઇ, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે, નેપાળના વડાપ્રધાન સુશિલ કોઇરાલા, માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામિન અબ્દુલ ગયૂમ, બાંગ્લાદેશના સ્પિકર શિરિન શર્મિન ચૌધરી અને સાર્ક નિરિક્ષક એવા મોરિશિયસના વડાપ્રધાન નવિન રામગુલામનો સમાવેશ થાય છે.
 
મોદીનો પરિચય..........
 
નામ
 
નરેન્દ્ર દામોદરદાસ મોદી
 
જન્મતારીખ
 
૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦
 
જન્મસ્થળ
 
વડનગર, ગુજરાત
 
રાજકીય પાર્ટી
 
ભાજપ
 
પત્નિ
 
જશોદાબહેન
 
ધર્મ
 
હિન્દુ
 
સંઘમાં જોડાયા
 
૧૯૭૧
 
ભાજપમાં સામેલ થયા
 
૧૯૮૫
 
ભાજપના સેક્રેટરી ચૂંટાયા
 
૧૯૮૮ (ગુજરાત એકમ)
 
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા
 
૭મી ઓક્ટોબર ૨૦૦૧
 
વડાપ્રધાન બન્યા
 
મે ૨૦૧૪
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.