02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / તરફડી રહી મહિલાને જોઈ લારીવાળા યુવકે તરતજ લારી પર સૂવડાવી 7 મિનિટમાં હોસ્પિટલ પહોંચાડી

તરફડી રહી મહિલાને જોઈ લારીવાળા યુવકે તરતજ લારી પર સૂવડાવી 7 મિનિટમાં હોસ્પિટલ પહોંચાડી   24/08/2018

બટવાડી ગામની એક સરકારી સ્કૂલમાં ભણાવતી શિક્ષિકા પતિ સાથે સ્કૂલેથી ઘરે પાછી ફરી રહી હતી. શાજાપુરના એબી રોડ પર એક કન્ટેઇનરે તેમના સ્કૂટીને ટક્કર મારી દીધી. તેનાથી બંને રસ્તા પર પડી ગયા અને મહિલા કન્ટેઇનરની નીચે આવી ગઇ. અકસ્માત જોઇને લોકોની ભીડ જમા થઇ ગઇ. મદદ કરવાના બદલે લોકો મોબાઈલમાં ફોટો ખેંચવા લાગ્યા. એક લારીવાળાએ મહિલાને ઉઠાવીને લારી પર સૂવડાવી અને સાત મિનિટમાં હોસ્પિટલ પહોંચાડી. આ દ્રશ્ય જોઇને ત્યાં ઊભેલા લોકોની આંખો શરમથી ઝૂકી ગઇ. ત્યારબાદ અન્ય લોકો પણ મદદ માટે આગળ આવ્યા.
 
અકસ્માત મંગળવારે સાંજે 4.45 વાગે થયો. શિક્ષિકા બબીતા પતિ દિનેશ સાથે વિજયનગર સ્થિત પોતાના ઘરે જઇ રહ્યા હતા. મુલીખેડા રોડની પાસે પાછળથી આવેલા કન્ટેઇનરે તેમના સ્કૂટીને ટક્કર મારી દીધી. પતિ દિનેશ રસ્તાને કિનારે પડ્યો, જ્યારે બબીતા રસ્તા પર જ ફસડાઇ ગઇ અને પાછળથી આવતા કન્ટેઇનરની નીચે આવી ગઇ. 
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, શિક્ષિકાના પગ અને કમરના હિસ્સામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. દુર્ઘટના પછી પરિચિતો તેમજ અન્ય રાહદારીઓ બંનેને જિલ્લા હોસ્પિટલ લઇને પહોંચ્યા. ડોક્ટરોએ જણાવ્યું કે તેમને પગ અને કમરમાં વધુ ઈજા થઇ છે. સ્થિતિ ગંભીર થવા પર તેમને ઇંદોર રિફર કરવામાં આવ્યા. ત્યાં તેના પતિ દિનેશને સામાન્ય ઈજા થઇ છે.
 
લારી ચલાવતા સોનૂએ કહ્યું કે શિક્ષિકાને તરફડતા જોયા તો મારાથી રહેવાયું નહીં. હું ઉઠાવવા ગયો તો ત્યાં ઊભેલા એક વ્યક્તિએ મને તેમને ઠેલા પર સૂવડાવવામાં મદદ કરી. તે વારંવાર કહી રહી હતી કે મને કોઇ જલ્દી હોસ્પિટલ પહોંચાડી દો.
 
પ્રત્યક્ષદર્શી નીરજ પાટીદારે જણાવ્યું કે હોસ્પિટલ ઘટનાસ્થળથી લગભગ 700 મીટર દૂર હતું. હાઈવે પર જામ લાગ્યો હતો. સોનૂએ ઘાયલને લારી પર સૂવડાવીને દોડ લગાવી અને લગભગ 7 મિનિટમાં જ તેમને હોસ્પિટલ પહોંચાડી દીધા.

Tags :