પાલનપુરમાંથી ઘરફોડ ચોરીઓ કરતી ગેંગ ઝડપાઇ

પાલનપુર : પાલનપુર શહેરના ગઠામણ પાટિયા પાસેથી પશ્ચિમ પોલીસે ઘરફોડ ચોરીઓ કરતી ગેંગ ઝડપી લીધી હતી. ઝડપાયેલા ત્રણ શખ્સો પાસેથી ચોરીને અંજામ આપવાના ઓજારો, વાન સહિત કુલ રૂપિયા ૨.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે       લેવાયો હતો.
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઉપરા છાપરી ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસને ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપવામાં સફળતા મળી છે. જિલ્લા પોલીસવડાની સૂચનાથી પશ્ચિમ પોલીસની ટીમ શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પાલનપુર - અમદાવાદ હાઇવે ઉપર ગઠામણના પાટિયા પાસે ઇકો ગાડી નંબર જી.જે.૦૧. એફ.ટી. ૦૪૬૭ ની તલાસી લેતાં અંદરથી બે તાળા, ડિસમિસ, લોખંડનો સળિયો, ઘડિયાળ, ચપ્પુ, ટોચો તેમજ રૂપિયા ૩૧૦૦ના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આથી વાનમાં આવેલા મોહંમદ યુનુસ ઉમરભાઈ પીપરાણી (રહે. જુના ડીસા), રાજવીરસિંગ ધનસિંગ સુથાર (રહે. ઢડોર, હરિયાણા), મોહનલાલ ઓમવીર રાજપૂત (રહે. મુનક, હરિયાણા) પૂછતાછ કરતા તેઓ ચોરી કરવાના ઇરાદે ફરતા હોવાનું કબૂલતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. પાલનપુર પોલીસે ઝડપાયેલા તસ્કરોની આકરી પૂછતાછ કરતાં તેમણે આઠ થી દસ દિવસ પહેલા મહેસાણામાં સબ જેલની સામેના એપાર્ટમેન્ટમાં બીજા અને ચોથા માળે ધોળા દિવસે ચોરી કરી હોવાની તેમજ કલોલમાં સીંદબાદ હોટલની બાજુમાં આવેલા ગેરેજની પાછળના એપાર્ટમેન્ટમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમની પૂછતાછમાં અન્ય સ્થળોએ થયેલી ચોરીઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.