થરામાં મચ્છરોનાં બ્રીડીંગ જાવા આરોગ્ય ખાતુ ફુટપાથ અને ગટર આજુબાજુ અંદરનું નિરીક્ષણ કરશે ??

 થરામાં મચ્છરોનાં બ્રીડીંગ જાવા આરોગ્ય ખાતુ ફુટપાથ અને ગટર આજુબાજુ અંદરનું નિરીક્ષણ કરશે ??
 
 
તા.પ્રતિનિધિ થરા
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ઘણા વર્ષો બાદ ભરાઈ જતાં દબાણો બિનકાયદેસર બાંધકામો પ્રત્યે નિષ્ક્રિયતા દેખાતા લોકો કહે છે કે અધિકારીઓને ટેક્ષને અન્ય નામે પૈસા ઉઘરાવવામાં જ રસ હોય છે. બાકીતો બધું મૌન ચૂપકીદીમાં જ સમય પસાર કરે છે. આ ચર્ચા વચ્ચે ગત તા. ર૩/૮/ર૦૧૮ ના નેશનલ  હાઈવે ઓથોરીટીની સુચના મુજબ ઓવરબ્રીજ આજુ બાજુના સર્વીસ રોડ ફુટપાથ- ગટર પરનાં દબાણો- લારી- ગલ્લા કેબીનો લોકોએ સ્વેચ્છાએ ઉપાડી લીધાં જે પછી નેશનલ હાઈવે ઓથોરીટી શું કરવા માંગે છે તે અંગે વેપારીઓ- દબાણકર્તાઓમાં ચર્ચા અને કાલ્પનિક ભય જાવા મળી રહ્યા છે તો થરા પાલિકા વિસ્તારમાં થરા પોલીસ સ્ટેશનથી ભાભર ત્રણ રસ્તા  સુધી ઓવરબ્રીજ અને સર્વીસ રોડ - ફુટપાથ ગટર બનાવવામાં આવેલ પરંતુ ફુટપાથ- ગટરના ઢાંકણાંઓ પર દબાણ થઈ જતાં આ ગટરો છેલ્લા પાંચ વર્ષથી સાફ નહીં  થતાં આજે પ્લાસ્ટીકનો કચરો- કાદવ- કીચડ- ગંદકી- ગંદા પાણીથી પૂરેપૂરી ભરાઈ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારી રહી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.