ધાનેરાના મેડીકલ ઓફિસર સામે પોલીસ ફરીયાદ દાખલ

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરાના બ્લોક હેલ્થ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ ગતરોજ ધાનેરાના મેડીકલ ઓફિસરને જેરાપુરા (ધાખા) ગામેથી ખાનગી પ્રેક્ટીશ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૧૦૦ કિલો જેટલો ‘મેડીકલ વેસ્ટ’ પણ મળી આવતા તેમની વિરૂધ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે જેના તબિબિ આલમમાં તીખા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. 
રાજસ્થાનને અડીને આવેલ ધાનેરા તાલુકામાં તંત્રની રહેમ નજર હેઠળ ડીગ્રી વગરના બોગસ ડોક્ટરો જન જીવન જાખમાવી રહ્યાં છે. તેમાં પણ કમાણીની લ્હાયમાં સરકારી ડોક્ટરો પણ ખાનગી પ્રેકટીશ કરવા લાગ્યા છે પરંતુ  જાબાંઝ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીએ આવા ડોક્ટરો સામે લાલઆંખ કરી છે. જેના કારણે  ટુંકા ગાળામાં જિલ્લામાં ખાનગી પ્રેકટીશ કરતા છ મેડીકલ ઓફિસર પકડાયા છે. તેમાં પણ ધાનેરાના જારાપુરા(ધાખા) ગામેથી ઝડપાયેલ મેડીકલ ઓફિસર ડો.જીજ્ઞેશ જાષીની ફરજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં હતી. એટલું જ નહીં, તેમની પાસેથી ૧૦૦ કિલો જેટલો જાખમી ‘મેડીકલ વેસ્ટ’ પણ મળી આવ્યો હતો. જેને ગંભીરતાથી લઈ પાંચ થી છ આંકડાની બિનઅધિકૃત કમાણી કરતા ડોક્ટર સામે કાયદેસરની પોલીસ ફરીયાદ નોંધાવી મેડીકલ વેસ્ટ’ નો નાશ કરાયો છે. જેને લઈ તબિબિ આલમમાં સન્નાટો છવાઈ ગયો છે. કે હજુ પણ ધાનેરા તાલુકામાં બોગસ ડોક્ટરોની મોતની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી તેમની સામે પણ કડકાઈ દાખવે તેવો  જનમત પ્રર્વતે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.