વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે મોડી રાત્રે ફાયરિંગ; ૧નું મોત, ૫ લોકો ઘાયલ

અમેરિકાના :પાટનગર વોશિંગ્ટન ડીસીમાં ગુરુવારે રાત્રે સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 10 વાગે ગોળીબાર થયો હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે 1નું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. જેમાં એકની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. જે જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી તે વિસ્તાર સ્થાનિક પોલીસે કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે મોડી રાતે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને ત્યારપછી એમ્બ્યુલન્સમાં ઘણાં લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે જે જગ્યાએ ગોળીબાર થયો છે તે જગ્યા અમેરિકન રાષ્ટ્રપતિના વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિમી જ દૂર છે. સ્થાનિક ટીવી ચેનલ ફોક્સ-5ના જણાવ્યા પ્રમાણે 6 લોકોને ગોળી વાગી છે. તેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

 

BREAKING UPDATE: police confirm 1 adult male dead, 5 other adults injured (at least 1 critical) following shooting in outside courtyard along 1300 block of Columbia Rd in NW DC. Possible drive by. 1 woman among the injured. @ABC7News

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

આ પહેલાં અમેરિકાના ટેક્સાસમાં 31 ઓગસ્ટે થયેલા ગોળીબારમાં પણ 5 લોકોના મોત થયા હતા, જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરનો પીછો કરીને તેને મારી નાખ્યો હતો. ઓફિશિયલ આંકડા પ્રમાણે 2017માં ગોળીબારમાં અંદાજે 40 હજાર લોકોના મોત થયા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.