સોનિયા, રાહુલ ગાંધી સામે કેસ ખોલવા આઈટી વિભાગને મંજુરી

 
 
                                   કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં મોટો ફટકો પડ્યો છે. કારણ કે, સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં ૨૦૧૧-૧૨ માટે ટોચના કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ટેક્સ મૂલ્યાંકન સંબંધિત કેસને ફરી ખોલવા માટે ઇન્કમટેક્સ વિભાગને મંજુરી આપી દીધી છે. આની સાથે જ બંને નેતાઓની મુશ્કેલી આગામી દિવસોમાં વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જા કે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે તથા તેમના માતા સોનિયા ગાંધી સામે કોર્ટ સમક્ષ આ મામલો પેન્ડિંગ રહે ત્યાં સુધી કાર્યવાહીમાં તેના આદેશને અમલી બનાવવાથી દૂર રહેવા આઈટી વિભાગને આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની મેરિટ ઉપર કોઇપણ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો નથી. ટેક્સનો મામલો નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત છે જેમાં કોંગ્રેસના નેતાઓ ફોજદારી કાર્યવાહીનો સામન કરી રહ્યા છે. જÂસ્ટસ એકે સિકરીના નેતૃત્વમાં બેંચે આગામી વર્ષે ૮મી જાન્યુઆરીના દિવસે વધુ સુનાવણી માટે આ મામલો મોકૂફ કરી દીધો છે. આઈટી વિભાગ તરફથી ઉપÂસ્થત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કોર્ટે સોનિયા ગાંધી અને અન્યો સામે મુલ્યાંકન આદેશને અમલી કરવાથી દૂર રહેવાની જરૂર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.