02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 15 વર્ષના બાળકને આતંકી કહી પોલીસે કર્યું એન્કાઉન્ટર, 26 વર્ષની લડાઈ બાદ માએ દોષિત પોલીસને સજા આપવી

15 વર્ષના બાળકને આતંકી કહી પોલીસે કર્યું એન્કાઉન્ટર, 26 વર્ષની લડાઈ બાદ માએ દોષિત પોલીસને સજા આપવી   28/09/2018

26 વર્ષ બાદ પોતાના 15 વર્ષના દીકરાના હત્યારાઓને એક માતાએ લાંબી લડાઈ લડ્યા બાદ અંતે કેદના સળિયા પાછળ પહોંચાડી દીધા. બુધવારે મોહાલીની સ્પેશલ સીબીઆઈ કોર્ટે ફેક એન્કાઉન્ટરના મામલામાં પંજાબના બ્યાસ પોલીસ સ્ટેશનના પૂર્વ એસએચઓ ઇન્સપેક્ટર રઘુબીર સિંહ તથા સબ ઇન્સપેક્ટર દારા સિંહને આજીવન કેદ તથા 61-61 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. આ મામલામાં ત્રણ અન્ય આરોપી પોલીસકર્મી નિર્મલ સિંહ, જસબીર સિંહ તથા પરમજીત સિંહને મુક્ત કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 1992માં બ્યાસ પોલીસ સ્ટેશનના સ્ટાફે 15 વર્ષીય હરપાલ સિંહની હત્યા કરી દીધી હતી અને બાદમાં તેને એન્કાઉન્ટરનું રૂપ આપી દીધું હતું. તે સમયથી જ હરપાલની માતા દીકરાના હત્યારાઓને સજા અપાવવા અથાગ પ્રયાસ કરી રહી હતી. અંતે 26 વર્ષની લાંબી લડાઈ બાદ માતા બલવિંદર કૌરની જીત થઈ છે.
 
એડવોકેટ સતનામ સિંહે જણાવ્યું કે 14 સપ્ટેમ્બર 1992ના રોજ હરપાલ સિંહને પોલીસ સવારે 4 વાગ્યે ઊંઘમાંથી ઉઠાડીને લઈ ગઈ હતી. ત્યારબાદ પરિવાર જ્યારે પોલીસ સ્ટેશન ગઈ તો પોલીસે તેમને ત્યાંથી ભગાડી દીધા. તેના 4 દિવસ બાદ જ પોલીસે એક એફઆઈઆર નોંધી જેમાં જણાવ્યું કે પોલીસ એન્કાઉન્ટરમાં તેઓએ હરપાલ સિંહ નામના આતંકવાદીને ઢાળી દીધો છે.
 
 હરપાલની હત્યા કરય બાદ બ્યાસ પોલીસ સ્ટેશનના સ્ટાફે એફઆઈઆર નોંધતા એક સ્ટોરી બનાવી કે પોલીસ પાર્ટી તથા સીઆરપીએ જોઇન્ટ ઓપરેશન કરીને અકે આતંકવાદીને મારી દીધો.
આતંકવાદી હરપાલ સિંહની પાસેથી AK-47 હતી અને બંનેની વચ્ચે ઘણું ફાયરિંગ થયું અને આ ફાયરિંગ દરમિયાન હરપાલને ગોળી વાગી અને તેનું મોત થઈ ગયું.
ત્યારબાદ જ્યારે ફરિયાદી તરફથી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કોર્ટના માધ્યમથી મંગાવ્યો તો તેમાં સ્પષ્ટ થયું કે હરપાલને માત્ર ત્રણ મીટર જ દૂરથી બે ગોળીઓ મારવામાં આવી હતી.
એવામાં પોલીસના એન્કાઉન્ટર પર સવાલ ઊભા થયા. એટલું જ નહીં પોલીસે પોતાની સ્ટોરીમાં કહ્યું હતું કે ઓપરેશનના સમયે સીઆરપીની પાર્ટી તેમની સાથે હતી પરંતુ બાદમાં પોતાની ચાર્જશીટમાં સીઆરપીને પાર્ટી નહોતી બનાવવામાં આવી અને ન તો કોર્ટમાં તેમની જુબાની લેવામાં આવી હતી.
 
હરપાલ સિંહની માતા બલવિંદર કૌરે જણાવ્યું કે તેમનો એરિયા ગગરભાના પોલીસ ચોકીમાં આવે છે. તે સમયે ચોકી ઇન્ચાર્જ રામ લુભાયાએ તેમના દીકરાને ઘરેથી ઉઠાવ્યો અને બાદમાં બીજા અધિકારીઓની સાથે મળી તેને મારી દીધો હતો. જ્યારે કેસ સીબીઆઈની પાસે ગયો તો તે ચોકી ઇન્ચાર્જનું નામ પણ કેસમાં આવ્યું તો તેણે આત્મહત્યા કરી લીધી હતી.
 
બલવિંદર કૌરે રડતાં-રડતાં કહ્યું- આજે પણ યાદ છે કે 14 સપ્ટેમ્બર 1992ની સવારે લગભગ 4 વાગ્યા હશે કે અચાનક પોલીસવાળા ઘરે આવી ગયા અને દીકરાને ઘસડીને લઈ ગયા. અમે હજુ દીકરાને છોડાવવા માટે રડતાં રહ્યાં અને બૂમો પાડતાં રહ્યા. પરંતુ પોલીસવાળાને અમારી પર દયા ન આવી. જ્યારે સવારે 10 વાગ્યે ગામના લોકોને લઈને પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ત્યાંથી એવું કહીને ભગાડી દીધા કે તેમની પાસે તેમનો દીકરો નથી. 5 દિવસ બાદ અખબારમાં વાંચ્યું કે મેહતા ચોકની પાસે થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. ત્યારે ખબર પડી કે પોલીસવાળાઓએ મારા દીકરાને મારી દીધો છે. જલ્લાદોએ દીકરાને મારી તેની લાશ પણ અમને નહોતી આપી અને જાતે જ લાશને સળગાવી દીધી અને બાદમાં કહી દીધું કે કોઈ લાશ લેવા જ નહોતું આવ્યું.

Tags :