ઉનાવા પંથકમાં વિદેશી દારૂના કટીંગનો પર્દાફાશ

ગઈરાત્રે ઉંઝા તાલુકાના કંથરાવી ગામની સીમમાં આવેલા ઉનાવામાં વાહનો મારફતે દારૂના થતા કટિંગ સમયે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે એસ.આર.પી. સાથે અચાનક દરોડો પાડી સ્થળ પરથી દારૂ બિયરના ટીન ભરેલ દૂધનું ટેન્કર, દારૂ ભરવા આવેલ મીની ટ્રક, બાઈક સાથે ત્રણ શખ્સોને પકડી પાડી ૮૦૦ પેટી ઓમાં ભરેલા દારૂ બિયરના ટીન મળી કુલ ૭૧૪૬ નંગ બાટલીઓનો જથ્થો મળી કુલ પ૦,૪૮,૧૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઉનાવા પો.સ્ટે.લાવી કાયદેસરની કાર્યવાહી કરતાં ઉનાવા પો.સ્ટે.ની હદમાં દારૂનું મોટાપાયે થઈ રહેલ કટિંગનો પર્દાફાશ થયો છે. 
વિગત એવી છે કે, ગાંધીનગર સ્ટે મોનિટરીંગ સેલને બાતમી મળેલ કે, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ બનેસિંહ ઝાલા રહે.સુણસર, તા.ચાણસ્મા તથા પુનમારામ ઉર્ફે પી.સી.શ્રીરામ ઢાકા તથા રીટાબેન માધાભાઈ પટેલ રહે.નાગલપુર મહેસાણાનાઓ ગેરકાયદેર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી મંગાવીને ઉંઝા તાલુકાના કંથરાવી ગામે રહેતો જયદિપસિંહ કેશુજી વાઘેલા મારફતે કંથરાવી ગામની સીમમાં આવેલ તળાવમાં પોતાના મળતીયાઓ તથા મજુરો દ્વારા વિદેશી દારૂનું કટિંગ કરાવે છે. અને હાલ આ સ્થળ કટિંગ 
થનાર છે.તે હકિકત આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ સ્ટાફ તથા એસ.આર.પી.પંચો સાથે રાત્રિના સમયે અચાનક દરોડો પાડ્યો હતો. જ્યાં એક દૂધનું ટેન્કર તથા એક ટાટા મીની ટ્રક ઉભેલા હોઈ ટેન્કરમાંથી કેટલાક ઈસમો દારૂનો જથ્થો નીચે ઉતારતા હતા. જેઓ પોલીસને જાઈને નાસવા માંડ્યા હતા. આથી પોલીસે પીછો કરીને ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે દશેક ઈસમો અંધારામાં ક્યાંક નાસી છુટ્યા હતા. પકડાયેલ ત્રણ ઈસમો રાજેન્દ્રસિંહ ઝાલા  મગુના, સુભાષ, હનુમાનરામ ગોરા હાલ રહે.સુણસર તા.ચાણસ્મા મુળ રહે.ડોલી જી.બાડમેર રાજસ્થાન અને જયદિપસિંહ કેશુજી વાઘેલા રહે.કંથરાવી તા.ઉંઝા હોવાનું જણાયેલ હતું. બાદ પોલીસે દૂધનું ટેન્કર નં.જી.જે.ર.ઝેડ૭૦૦૪, મીની ટ્રક નં.આર.જે.૦૮.જી.એ.૩૯૮૩ તથા સ્થળ પર મળી આવેલ મોટર સાયકલની તલાસી લીધી હતી. સદર જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ તથા બિયરના ટીન નંગ ૭૧૪૬ કિંમત રૂ.ર૪,૬પ,૪૦૦, ટાટા મીની ટ્રકમાંથી મળેલ લસણની બોરીઓ, ભુસું કિંમત દશ હજાર રૂપિયા, ત્રણેય આરોપીઓ પાસેથી મળેલ ૩૩ર૬૦ ની રોકડ રકમ, સાત નંગ મોબાઈલ ફોન કિંમત અંદાજે ર૦ હજાર તથા ત્રણ વાહનો કિંમત રૂપિયા રપ.ર૦ લાખ મળી કુલપ૦,૪૮,૧૬૦ ની કિંમતની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ દારૂની હેરાફેરી માટે દૂધના ટેન્કરનો દુરૂપયોગ થયો હોવાનું તેમજ કટિંગ સ્થળેથી અન્ય મીનીટ્રકમાં લસણ અને ભુસાની બોરીઓ વચ્ચે દોરૂની હેરાફેરી કરવાની પધ્ધતિ બહાર આવી હતી. ઉંઝા તાલુકામાં સૌ પ્રથમવાર પોલીસની કથિત રહેમનજર યા હપ્તાઓની લાલચે કંથરાવી ગામના તળાવમાં દારૂનું મોટા પાયે કટિંગ થતું હોવાની ચોંકાવનારી હકિકત બહાર આવતાં આમાં બેદરકારી દાખવનાર ઉનાવા પોલીસ સટેશનના જવાબદાર અધિકાર, કર્મચારીઓ વિરૂધ્ધ ખાતાકીય રાહે આકરા પગલાં ભરાશે તેમ મનાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.