ફતેહબાદના ગામ કન્હડીના ત્રણ યુવકોએ ટ્રેન આગળ કુદીને તેમનો જીવ આપી દીધો છે. આ ઘટના દિલ્હી-બઠિંડાના રેલમાર્ગ પર ગામ કાલવન પાસેની છે. ત્રણેય યુવકો નવીન, અશોક અને મોનુ ખૂબ ખાસ મિત્રો હતા. તેઓ મરતાં પહેલાં એક બીજાને ગળે લાગ્યા હતા. તેમની આત્મહત્યાનું કારણ હજુ જાણવા નથી મળ્યું. પરિવારજનોએ જણાવ્યું કે, ત્રણેય મિત્રો ઘણો ખરો દિવસ સાથે જ પસાર કરતાં હતાં. આત્મહત્યા કરતાં પહેલાં તેમણે તેમના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, 'જીંદગીનો છેલ્લો મેસેજ'.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણેય યુવકોએ તેમનું ફેસબુક પેજ 'યારોના યાર' અને વોટ્સએપ ગ્રૂપનું 'ઓનલી' સ્ટેટ્સમાં રખ્યું હતું.
સુસાઈડ પહેલાં આ ગ્રૂપમાં ત્રણમાંથી બંને મિત્રો અશોક અને નવીને મેસેજ લખ્યો હતો કે આ તેમનો છેલ્લો મેસેજ છે. ત્યારપછી તે બંને મિત્રોએ તેમનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે ત્રીજો ફ્રેન્ડ મોનુનો ફોન સવાર સુધી ચાલુ હતો.
બુધવારે સવારે ત્રણેય મિત્રોની લાશ રેલવે ટ્રેક પાસેથી મળી આવી છે. તેમના ખીસ્સામાંથી તેમના મોબાઈલ મળી આવ્યા છે. જોકે તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
ત્રણેયમાં એટલી ખાસ મિત્રતા હતી કે તેમણે મરતાં પહેલાં પણ એકબીજાને ગળે લગાવ્યા હતા. ત્રણેય લાશમાં દરેકના હાથ એકબીજાના ગળે વીંટળાયેલા મળ્યા છે. જાણએ સાથે જીવવા-મરવાના સોંગધ ખાધા હોય તે રીતે.
નવીન ફોટોગ્રાફીનું કામ કરતો હતો. અશોકની વીજળીની દુકાન હતી અને મોનુ 10માં ધોરણમાં ભણતો હતો.
મંગળવારે ત્રણેય ઘરેથી કુરુક્ષેત્ર ફરવા જવાનું કહીને નીકળ્યા હતા. પરિવારજનો પાસેથી તેમણે ખર્ચના પૈસા પણ લીધા હતા.
ત્રણેયના મિત્ર એવા વિરેન્દ્રએ મંગળવારે રાતે 8 વાગે નવીન ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, તે 20 મિનિટમાં ટોહના પહોંચી જશે.
પરંતુ ઘણી વાર સુધી રાહ જોયા પછી પણ તેઓ ન આવ્યા ત્યારે વીરેન્દ્ર પાછો તેના ગામ જતો રહ્યો હતો.
પોલીસ હવે એ એંગલથી પણ તપાસ કરી રહી છે કે, ત્રણેય વચ્ચે છેલ્લી ઘડીએ શું વાત થઈ હશે અને ઘરેથી નીકળ્યા પછી તેઓ ક્યાં ક્યાં ગયા હતા?
Tags :