ભીલડી પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી

 ભીલડી પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી 
 
 
પ્રતિ. ભીલડી
ભીલડી પોલીસે છત્રાલા ગામથી બનાસ  નદીમાં જતા માર્ગ ઉપર નાકાબંધી ગોઠવી રૂ.૪૯,૬૦૦ નો વિદેશી દારૂ ભરેલ સ્વીફટ ગાડી સાથે રાજસ્થાનના એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલની સુચના તથા નાયબ પો.અધિકારી પી.એચ.ચૌધરી (દિયોદર વિભાગ) તથા સર્કલ પી.આઈ.(શિહોરી)ના માર્ગદર્શન હેઠળ ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની બદી સદંતર નાબુદ કરવાના હેતુથી ભીલડી પી.એસ.આઈ. એસ.વી.આહીર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પી.એસ.આઈ. એસ.વી.આહીરને મળેલ હકિકત આધારે વિદેશી દારૂ ભરેલ સ્વીફટ ગાડી સાથે રાજસ્થાનના એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.