02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / રીંછના હુમલામાં અમીરગઢના ડેરી ગામનો આધેડ ખેડૂત લોહી લુહાણ

રીંછના હુમલામાં અમીરગઢના ડેરી ગામનો આધેડ ખેડૂત લોહી લુહાણ   02/06/2019

અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં એક વૃદ્ધ રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને ૧૦૮ ની મદદથી દવાખાને લઇ જવાયા હતા.
 
અમીરગઢ તાલુકાના જેસોર રીંછ અભ્યારણ્યની ચોમેર માનવ વસ્તીવાળો વિસ્તાર છે. ત્યારે ચોમાસું નબળું રહેતા તેમજ ગરમીના તાપમાનનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો હોવાથી પ્રથમ દ્રષ્ટિએ જંગલમાં વસવાટ કરતા હિંસક પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રઝળપાટ કરી રહ્યા છે અને તેના લીધે લોકો પર હુમલાની ઘટના બનતી હોવાનો આક્ષેપ પ્રજા કરી રહી છે.
 
અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં રહેતા રગાભાઈ નગાભાઈ ભીલ પર રવિવારના વહેલી સવારે કુદરતી હાજતે જવાના સમય રીંછએ હુમલો કરતા તેઓના શરીરે ગંભીર ઇજા થઇ હતી. જોકે વૃદ્ધ દ્વારા બુમરાડ કરવામાં આવતા નજીકના લોકો દોડી આવતા રીંછ જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યું હતું. જ્યારે ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધને ૧૦૮ ના પાઇલોટ અરવિંદભાઈ, ઇએમટી ભવિનભાઈ દ્વારા પાલનપુર સારવાર માટે લઈ જવાયા હતા.

Tags :