02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / લૂંટેરી દુલ્હનનો શિકાર બનેલા ચાર પરીવારો ના છુટકે પોલીસના શરણે

લૂંટેરી દુલ્હનનો શિકાર બનેલા ચાર પરીવારો ના છુટકે પોલીસના શરણે   30/06/2019

પાલનપુર : રાજ્યમાં લૂંટેરી દુલ્હનનો આતંક થમવાનું નામ નથી લેતો. લગ્ન વાંચ્છુક યુવક અને તેમના પરિવારજનોની લાચારીનો લાભ ઉઠાવી આવી દુલ્હનો અને તેમના સાગરીતો  ઉત્તર ગુજરાત માં સક્રિય થયા છે. જેમાં ચોક્કસ ટોળકીએ લગ્ન વાંછુક યુવકોને નિશાન બનાવી લાખો પડાવી ,રફુચક્કર થતા દેવા કરી પરણવાના કોડ પુરા કરતા મુરતિયાઓને રોવાનો વારો આવ્યો છે.જોકે પોલીસે પણ આ મામલે ઢીલું વલણ દાખવી માત્ર અરજી લઇ તપાસ નો "ત" પણ ના શરુ કરતા પીડિતોએ બનાસકાંઠા એસ.પી.ને રજૂઆત કરી હતી. 
અપરણિત યુવકોના દિલમાં લાંબા ગળે લગ્ન ના થતા તેમની હાલત તારક મહેતા કા ઉલટા ચશ્માના કોમેડી પાત્ર " પત્રકાર પોપટલાલ" જેવી થાય છે. જોકે રિયલ જીવનમાં આવા લગ્ન વાંછુક યુવકોની લગ્ન લાલસાને  એક લૂંટેરી દુલહને  અનેક અરમાનો બતાવી,લગ્ન ચોરીના ચાર ફેરા ફેરી,માંગ માં સિંદૂર ભરાવી મંગળસૂત્ર ધારણ કરી લૂંટી લેવાની ઘટના બનાસકાંઠામાં બહાર આવી છે.
બનાસકાંઠાની એક ટોળકીએ ડીસામાં વસવાટ કરી આવા અંદાજિત ૧૫ જેટલા યુવકો પાસેથી લગ્ન લાલચે લાખો પડાવી લગ્ન કરી ,બે-ચાર દિવસમાં ભાગી જઈ છેતરપીંડી કર્યાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં આજે ચાર પરિવારો જિલ્લા પોલીસ અધિકારી બનાસકાંઠા સમક્ષ પહોંચ્યા હતા. અને બનાસકાંઠાના આ  ગુનાહિત કૃત્ય કરનાર લૂંટેરી દુલહન શિલ્પા ઠાકોર અને  તેના સાગરીતોને ઝડપી લેવા રજૂઆત કરી હતી. પીડિતોના ચોંકાવનારા ખુલાસામાં લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો ને ડીસા તાલુકા પોલીસ મથકનો એક હેડ કોન્સ્ટેબલ ગુનાહિત મદદ કરતો હોવાનો પણ ખુલાસો કર્યો હતો.
આ લૂંટેરી દુલ્હન શિલ્પાબેન જામજી ઠાકોર  અને તેની માતા કંચનબેન જામજી ,જામજી વિહાજી ઠાકોર ,ભારથીજી સહિતના લોકો હાલ ડીસામાં રહે છે. જેમાં શિલ્પા શોશિયલ મીડિયામાં પોતાના આકર્ષક વિડિઓ મૂકી લગ્ન વાંછુક યુવકોને લલચાવે છે.જે બાદ શિકાર ફસાતા તેના પરિવારજનો યુવક અને તેના પરિવારજનો સાથે સંપર્ક સાધી મુલાકાત કરે છે. અને લાખ થી ત્રણ લાખમાં સોદો થતા શિલ્પા પરણવાનું નાટક કરે છે. અને  લગ્નના ૪ દિવસ બાદ આ લૂંટેરી દુલ્હન રોકડ રકમ અને જ્વેલરી લઈને ફરાર થઈ જાય છે. 
આશ્ચર્યની વાત તો એ છે કે, આ ટોળકીએ અનેકો ને છેતર્યા છે. અને કોઈ ફરિયાદ કરવા જાય ત્યારે ચોરી પર સિનાજોરી કરી કપડા ફાડી બળાત્કારની ફરિયાદની ધમકી આપી સ્થાનિક પોલીસના કોઈ હેડકોન્સ્ટેબલ ની મદદ લઇ પીડિતો ને ડરાવી ભગાડી મૂકે છે. આવા ચાર યુવકના પરિવારો આજ રોજ એનજીઓ સહેલી પરિવાર રાધનપુરની મદદ થી આજે ન્યાય માટે પાલનપુર આવી એસપી ને ફરીયાદ માટે રજૂઆત કરી હતી.ત્યારે લગ્ને લગ્ને કુંવારી આ લૂંટેરી દુલ્હાન અને તેની ટોળકી ક્યારે પકડાશે ? તેને મદદકરનાર પોલીસ કર્મી કોણ છે ? તે બાબત પર સવાલ ઉઠાવી પીડિતોએ એસપી ને નિષ્પક્ષ તપાસ ની માંગ કરી હોવાનું સહેલી એનજીઓના કાર્યકર જયા સોનીએ જણાવ્યું હતું.
બનાસકાંઠા અને પાટણમાં લગ્ન વાંછુક યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ લૂંટેરી દુલ્હને અનેક લોકોને ફસાવ્યા લાખો રૂપિયા પડાવ્યા છતાં પણ ડીસા પોલીસે આ પીડિતોની ફરિયાદ ન લીધી અને આ પીડિતો ન્યાયથી વંચિત રહ્યાં. જોકે આજે લૂંટેરી દુલ્હનની છેતરાયેલા લોકો જિલ્લા એસપી કચેરીએ પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે તેઓને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું..!

Tags :