02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : કપડવંજમાં છ ઇંચ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : કપડવંજમાં છ ઇંચ   18/08/2018

 
અમદાવાદ
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાઈ ગયું છે. મધ્ય ગુજરાતમાં ખેડાના કપડવંજ વિસ્તારમાં ૬ ઇંચ વરસાદ થયો છે જ્યારે ગોધરામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ ગયો છે. જે વિસ્તારમાં વધુ વરસાદ થયો છે તેમાં ખેડામાં ત્રણ, કઠલાલમાં ૩.૪, માંગરોળમાં ત્રણ, મહેમદાવાદમાં ૩.૩, શહેરામાં ૩.૫, માણસામાં ૩, ડભોઈમાં ત્રણ, આણંદમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત સાણંદમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે મેઘરાજાએ ઘણા લાંબા સમયના આરામ બાદ આજે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને તોફાની ઇનીંગ રમી જગતના તાત સહિત પ્રજજનોને ખુશખુશાલ કરી દીધા હતા. ઘણો લાંબો સમય રાહ જાવડાવ્યા બાદ અને દુકાળની ઉભી થયેલી દહેશત બાદ આવેલા આજના વરસાદને લઇ રાજયના ખેડૂતઆલમમાં તેમના ઉભા પાકને જીવતદાન મળી જતાં તેઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. 

Tags :