કોરોના : ડીસામાં ચાર વિદેશી ડોકટરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ઓસ્ટ્રેલિયાથી ઇન્ટરશીપ કરવા આવેલા બે મહિલા અને બે પુરુષ સહિત ચાર ડોકટરોમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા ભયનો માહોલ છવાયો છે.
 
જોકે, ચારેય ડોકટરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવાયો છે.
છેલ્લા દોઢ માસથી ટ્રેની ઓસ્ટ્રેલિયાના ચાર ડોકટર
 
સિંગાપોર, દિલ્હી, બોધગયા અને ત્યારબાદ ભણસાલી હોસ્પિટલ ડીસા ખાતે આવ્યા હતા અને ઇન્ટરશીપની સાથે સાથે ચાર દિવસ અગાઉ ડીસાના કાંટ ગમે આવેલ ગોરધનજી ગીગાજી વિદ્યા સંકુલ ખાતે માળી સમાજ દ્વારા યોજાતા ગેર નૃત્યમાં પણ ભાગ લઈ અનેક લોકો સાથે સેલ્ફી પડાવી આનંદ માણ્યો હતો ત્યારબાદ શુક્રવારે સાંજે આ ચારેય ટ્રેની ડોકટર શરદી, ખાંસી અને ગળાના ભાગે દુખાવાની ફરિયાદ કરતા તાત્કાલીક તેમને પાલનપુર સિવિલ ખાતે આઇસોલેટેડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઓબિઝર્વેશન હેઠળ તમામના બ્લડ સેમ્પલ લઈ ચકાસણી અર્થે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. જોકે તેમનો બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી સ્થિતિનો  ખ્યાલ આવી શકે તેમ છે. જોકે આ બાબતને લઈ સમગ્ર ડીસામાં હડકમ્પ મચી જવા સાથે ભયનો માહોલ છવાયો છે. જેને લઈ આરોગ્ય વિભાગની ટિમો પણ ખડેપગે થઈ ગઈ છે.
 
ડીસાની ભણસાલી હોસ્પિટલમાં દોઢેક માસથી ટ્રેની ડોકટર તરીકે ઓસ્ટ્રેલિયાથી આવેલ ચારેય તબીબોને શુક્રવારે શરદી, ખાંસી અને ગળામાં દુઃ ખાવાની ફરિયાદ આધારે શંકાસ્પદ કોરોના વાઇરસ હોવાની બાબતને લઈને પાલનપુર સિવિલ ખાતે આઇસોલેટેડ વોર્ડમાં ઓબજર્વેશન હેઠળ રાખી તેમના બ્લડ સેમ્પલ લઈને ચકાસણી અર્થે અમદાવાદ મોકલ્યા હતા. જે સાંજે આ તમામના બ્લડ રિપોર્ટ નેગેટિવ આવતા તેમના સંસર્ગમાં આવેલા સહિત સમગ્ર જિલ્લાના લોકોએ રાહતનો દમ લીધો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.