સાંતલપુરના કોટડા ગામે તળાવમાં ડુબી જતાં બે કિશોરનાં કરૂણ મોત

સાંતલપુર તાલુકાના કોટડા ગામે ગામના બે - ત્રણ કિશોર ગામ તળાવ બાજુ ફરવા ગયા હતા. જેમાંથી બે કિશોર ગામમાં પરત ફરેલ અને બે કીશોર તળાવમાં નહાવા માટે જતાં તળાવમાં ડુબી જવાથી બંનેના મોત નિપજવા પામ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થવા પામતાં દિવાળીના તહેવારોને આડે ગણત્રીના દિવસો બાકી છે તેવા સમયે બે કિશોરના ગામ તળાવમાં ડુબી જવાથી મોતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તવા પામી હતી. 
જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોટડા ગામે આવેલ ગામ તળાવમાં ત્રણ - ચાર કિશોર રમવા માટે ગયા હતા. જેમાંથી ગામના બે કિશોર ગામમાં પરત સાંતલપુરનાફર્યા હતા. અને બે માસુમ કિશોર તળાવમાં નહાવા માટે ગયા હતા. જ્યાં બાજુમાં ભેસો ચરાવતા ઈસમને ખબર પડતાં તેણે ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા. તેમજ તળાવમાં નહાવા પડેલા બંને કિશોરની શોધખોળ આદરતાં ભારે જહેમત બાદ તળાવમાંથી બંને કિશોરના મૃતદેહો બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થવા પામી હતી. દિવાળીના તહેવારોના આડે જ્યારે ગણત્રીના દિવસો બાકી છે તેવા સમયે ગામના બે કિશોર તળાવના પાણીમાં ડુબી જવાથી મોતના મુખમાં ધકેલાઈ જવા પામતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રવર્તવા પામી હતી. મળતી માહિતી મુજબ આ બંનેના નામ વિજય રમેશભાઈ ઠાકોર (ઉ.વ.૧ર) તથા બરકાશા આલમશા દિવાન (ઉ.વ.૧૪) ના બંને માસુમ કિશોર તળાવમાં ડુબી મોતના મુખમાં ધકલાઈ જવા પામતાં સમગ્ર ગ્રામજનોમાં ભારે શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં તળાવમાં કીશોર ડુબ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ગ્રામજનો કોટડા ગામ તળાવે પહોંચી જઈ સ્થાનીક તરવૈયા દ્વારા મૃતક કિશોરના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.