પાલનપુરમાં RTO અધિકારી સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકાર દ્વારા ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને પગલે હવે RTO અધિકારીઓ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. રાજસ્થાન બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર RTOના અધિકારીઓ ખોટી રીતે વાહન ચાલકોને ઉભા રાખીને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે પૈસાની ઉઘરાણી કરતા હોવાની બાતમી ACBને મળી હતી. આ બાતમીના આધારે રાજસ્થાન બોર્ડર પર આવેલા કુચાવાડા ચેકપોસ્ટ ACBએ પર વોચ રાખી હતી.
 
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે કુચાવાડા ચેકપોસ્ટ પર સફળ એસીબીથી હડકંપ મચી ગયો છે. ACBની વોચ દરમિયાન ચેકપોસ્ટ પર રહેલા RTO અધિકારી એન.ડી.ટંડેલ, યુ.કે.પટેલ અને તેમના ડ્રાઈવરે ૩૦૦ રૂપિયાની લાંચ લીધી હતી. આ લાંચ લેતાની સાથે ACBના અધિકારીઓએ ડ્રાઈવર અને બે RTO અધિકારીની ધરપકડ કરી હતી.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, લાંચિયા સરકારી અધિકારીઓને પકડવા માટે ACB દ્વારા ૪૪ જેટલા સ્પેશીયલ PIને તાલીલ આપવામાં આવી રહી છે અને આ વર્ષે જે-જે વિભાગમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદ નથી આવતી તેવા વિભાગના અધિકારીઓ પર પણ ACB બાજ નજર રાખશે અને જો અધિકારીઓ લાંચ લેતા પકડાશે, તો તેમની સામે કડકામાં કડક કાર્યવાહી કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.