ડીસા માર્કેટયાર્ડમાં નકલી ગેટ પાસ બનતા હોવાની રાડ ફરીયાદ

 
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના માર્કેટયાર્ડમાં રાજય સરકારની સબસીડી સહિતની યોજનાઓનો લાભ લેવા ગેટ પાસ સહિતના દસ્તાવેજા નકલી હોવાની બૂમરાડ સમગ્ર જિલ્લામાં ચર્ચાના ચગડોળે ચડી છે.
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્‌ેશ્ય સાથે રાજય સરકારે ખેડૂતોને પાકોના ટેકાના ભાવ, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં સબસીડી, સોલાર લાઈટ જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે. જેમાં બટાટાની અન્ય રાજયમાં નિકાસ પેટે સરકારની ટ્રાન્સપોર્ટ સબસીડી મેળવવા ગેટ પાસની ફરજીયાત જરૂર પડતી હોય છે. પરંતુ ખેડૂતોના ભોગે કેટલાક વેપારીઓએ આ સબસીડી હડપવા ગેટ પાસ સહિત નકલી દસ્તાવેજા ઉભા કર્યા હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળે છે. જે દસ્તાવેજા એકઠા કરી બટાટાની ટ્રાન્સપોર્ટ સબસીડી મેળવવા સરકાર સમક્ષ ફાઈલો રજૂ કરાઈ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.